• BCCIએ ફેરફાર લાવવાનો કર્યો છે નિર્ણય
  • 21 ડિસેમ્બરે યોજાશે મીટિંગ
  • અનેક ફોર્મેટના કોચ અને કેપ્ટનનો લેવાશે નિર્ણય

ટી20 વર્લ્ડ કપ 2022ની હાર બાદ જ રોહિત શર્માની ટી 20ની ટીમની કેપ્ટનશીપ પર ખતરો વધી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ જલ્દી જ તેમની કેપ્ટનશીપને લઈને નિર્ણય લઈ શકે છે. રોહિત શર્માના સિવાય હેડકોચ રાહુલ દ્વવિડ પણ ટી 20 ટીમથી બહાર થઈ શકે છે. આ બંને ખેલાડીઓનું ભવિષ્ય એપેક્સ કાઉન્સિલ મેમ્બરની મીટિંગના નિર્ણય પર આધારિત છે.

આ તારીખે લેવાશે રોહિત- દ્રવિડનો નિર્ણય

BCCIની એપેક્સ કાઉન્સિલ મેમ્બરની મીટિંગ 21 ડિસેમ્બરે થઈ શકે છે. આ મીટિંગ બાદ ભારતીય ક્રિકેટમાં અનેક મોટા ફેરફાર જોવા મળી શકે છે. BCCI આ મીટિંગને માટે અનેક ફોર્મેટને લઈને અલગ કોચ અને કેપ્ટનની જાહેરાત કરી શકે છે. રોહિત શર્માની વધતી ઉંમરને જોતાં તેમની પાસેથી ટી20 ટીમની કમાન પરત લઈ શકાય છે. આ સાથે વનડે અને ટેસ્ટમાં તે કેપ્ટન બની રહેશે.

ટી 20ની ટીમને મળશે નવા કેપ્ટન

BCCI ટી 20 સેટ-અપ માટે અલગ કોચ નિમવાની વિચારણા કરી રહ્યું છે એટલે કે હેડ કોચ રાહુલ દ્રવિડની ટી 20 ટીમથી હકાલપટ્ટી થઈ શકે છે. ટીમ ઈન્ડિયાને જાન્યુઆરીમાં શ્રીલંકાની સામે ટી 20 સીરિઝ રમવાની છે.આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન અને કોચની સાથે મેદાન પર ઉતરી શકે છે.હાર્દિક પંડ્યા ટી 20ના કેપ્ટન બનવાની રેસમાં આગળ છે. તો રાહુલ દ્વવિડ વર્ક લોડ ઓછો કરવા માટે ટી 20 ટીમમાં તેમના બદલે નવા કોચ નીમાઈ શકે છે.

BCCIએ બનાવી લીધું છે ફેરફારનું મન

મળતી માહિતી અનુસાર બીસીસીઆઈએ કહ્યું છે કે અમે દર વખતે હારવાનું જોખમ લઈ શકીશું નહીં. હવે અમે કોઈ ચાન્સ લઈ શકીએ તેમ નથી. અમે પહેલાથી રોહિત શર્માની સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને તે ટી 20 ફોર્મેટ માટે નવા કેપ્ટનની નિમણૂંકને લઈને તૈયાર છે. અમે રાહુલ દ્વવિડની સાથે પણ આવું કરીશું. તે એક સંપત્તિ સમાન છે. તેમની થાળીમાં ઘણું છે અને અમે તેમનો ભાર ઓછો કરવા ઈચ્છીએ છીએ. અમે જલ્દી તેમની સાથે વાત કરીશું.  

  • Follow us on: