• ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડકપ 2024 માટે ટીમની જાહેરાત
  • ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી
  • હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડકપ 2024 માટે ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. આજે એટલે કે 30 એપ્રિલે રોહિત શર્માનો જન્મદિવસ છે. રોહિતની આગેવાનીમાં વર્લ્ડકપ ટીમની જાહેરાત કરીને ક્રિકેટ બોર્ડે તેને બર્થડે ગિફ્ટ આપી છે.

લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ઘણા ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. આખરે આ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ મંગળવારે જ બેઠક યોજી હતી. રોહિત શર્માની સાથે યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં સ્થાન મળ્યું છે.

શુભમનને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું

શુભમન ગિલના સ્થાનને લઈને ઘણી શંકા હતી. જોકે બોર્ડે તેની અવગણના કરી ન હતી. શુભમનને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. તેની સાથે રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાનને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ

રોહિત શર્મા (c), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રીષભ પંત (wk), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (vc), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચૌહાણ. સંજુ સેમસન (wk), મોહમ્મદ સિરાજ.

સ્ટેન્ડ બાય - શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાન


  • Follow us on: