- T20 વર્લ્ડકપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં યોજાશે
- T20 વર્લ્ડકપને લઈને BCCIએ લીધા ખાસ નિર્ણયો
- ખેલાડીઓએ વર્કલોડ મેનેજમેન્ટ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે
આગામી કેટલાક મહિનાઓ ભારત માટે ખૂબ મહત્વના રહેવાના છે. ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સીરીઝ પછી ભારતીય ખેલાડીઓ આગામી 2 મહિના સુધી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLમાં અલગ-અલગ ટીમો સાથે રમતા જોવા મળશે. IPL પછી તરત જ ભારતે T20 વર્લ્ડકપ 2024માં ભાગ લેવાનો છે. ખેલાડીઓના આવા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCIએ કેટલાક ખાસ નિર્ણયો લીધા છે.
BCCI એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ
BCCI સેક્રેટરી જય શાહ પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે રોહિત શર્મા T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. હવે આઈપીએલ પહેલા ખેલાડીઓના કામના ભારણને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ તમામ ફ્રેન્ચાઈઝીઓને વિશેષ સૂચનાઓ આપી છે. આ માહિતી આપતાં, BCCIના સચિવ જય શાહે કહ્યું કે, 'IPL ફ્રેન્ચાઈઝીઓએ કેન્દ્રીય કરારના ખેલાડીઓ માટે BCCI દ્વારા નિર્ધારિત વર્કલોડ મેનેજમેન્ટ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
IPL ફ્રેન્ચાઇઝીને મોટી ચેતવણી
BCCI સેક્રેટરી જય શાહે વધુમાં કહ્યું કે, 'બોર્ડનો આદેશ છે. બોર્ડ સર્વોચ્ચ સંસ્થા છે અને તે જે પણ નિર્ણય લેશે, ફ્રેન્ચાઇઝીએ તેનું પાલન કરવું પડશે. અમે ફ્રેન્ચાઇઝીથી ઉપર છીએ. જય શાહે એમ પણ કહ્યું હતું કે 'જો ખેલાડી IPLમાં રમવા માંગતો હોય તો તેણે રણજી ટ્રોફીમાં હાજર રહીને પોતાના રાજ્ય માટે રમવું પડશે.
રણજી ટ્રોફી કોઈપણ ભોગે રમવી પડશે
વાસ્તવમાં, ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન સાઉથ આફ્રિકાના પ્રવાસ બાદથી ભારતીય ટીમ સાથે જોડાયો નથી. આવી સ્થિતિમાં તે રણજી ટ્રોફી રમી શક્યો હોત. જો કે, કિશન ત્યાં પણ ઝારખંડ તરફથી રમતા જોવા મળ્યો ન હતો. બોર્ડ આ બાબતોથી નારાજ હતું. આ અંગે BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કહ્યું કે 'BCCI કોઈપણ બહાનું સહન કરશે નહીં. તે આ મામલે ચીફ સિલેક્ટરને ફ્રી હેન્ડ આપવા જઈ રહ્યો છે અને જો કોઈ ખેલાડી નિર્ણય નહીં સ્વીકારે તો તે તેની સામે કડક કાર્યવાહી કરી શકે છે.' બોર્ડ ત્રણ કે ચાર રણજી ટ્રોફીના ખેલાડીઓને પણ IPL રમવાની મંજૂરી આપે છે. મેચ રમવા અંગે પણ નિર્ણય લઈ શકે છે.