- શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત
- T20માં સૂર્યકુમાર યાદવને બનાવાયો કેપ્ટન
- ટીમની જાહેરાત પહેલા મીટિંગમાં થયા મતભેદ
શ્રીલંકા પ્રવાસ માટે ટી20 ફોર્મેટમાં ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને કપ્તાની સોંપવામાં આવી છે. બીજી તરફ હાર્દિક પંડ્યાને પણ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. સુત્રોના જણાવ્યા અનુસાર ટીમની પસંદગી અંગેની બેઠક 2 દિવસ સુધી ચાલી હતી અને બંને દિવસે ટીમને લઇને કલાકો સુધી ચર્ચા થઈ હતી.
મીટિંગમાં થયા ઘણા મતભેદ
સુત્રોના જણાવ્યા અનુસાર ટીમની પસંદગીને લઈને જોરદાર ચર્ચા અને મતભેદ થયા હતા. ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે અને બંને દેશો વચ્ચે 7 ઓગસ્ટ સુધી 3 T20 અને 3 ODI મેચ રમાશે.
મીટિંગ દરમિયાન કરવામાં આવ્યો કોલ
અહેવાલો અનુસાર મીટિંગ બે દિવસમાં ઘણા કલાકો સુધી ચાલી હતી અને ગરમ ચર્ચાઓ અને મતભેદો વચ્ચે, મીટિંગ દરમિયાન જ ઘણા ખેલાડીઓને કોલ કરવામાં આવ્યા હતા. ટીમના ભવિષ્યને લઈને લાંબા ગાળાની યોજનાઓ આ ખેલાડીઓ સાથે શેર કરવામાં આવી હતી. આ મીટિંગ અન્ય મીટિંગો કરતા એકદમ અલગ હતી, જેના પછી એ લગભગ નિશ્ચિત છે કે ટીમ મેનેજમેન્ટ હાલમાં ટી20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ જેવા નેતાઓ પર નજર રાખી રહ્યું છે.
હાર્દિકને કેપ્ટનશીપ કેમ ન મળી?
હાર્દિક પંડ્યાનો ઈજાનો રેકોર્ડ પસંદગી સમિતિ માટે મુશ્કેલીનું કારણ હતો. કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિકની સતત ઈજાને કારણે કેપ્ટન્સીનો બોલ સૂર્યકુમાર યાદવની કોર્ટમાં પડ્યો છે. હાર્દિકને વર્લ્ડકપ 2023 દરમિયાન તેના પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેણે આઈપીએલ 2024માં વાપસી કરી હતી. આ સિવાય હાર્દિકે અંગત કારણોસર ODI સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
સૂર્યા ખેલાડીઓનો સારો મિત્ર
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેણે દક્ષિણ આફ્રિકામાં રમાયેલી T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી. સૂર્યાએ ખેલાડીઓ સાથે ખુલ્લા મન સાથે વાત કરી અને તેમને કહ્યું કે તેઓ દરેક તકનો લાભ લેવા તૈયાર રહે. ઘણા લોકોએ તેની કેપ્ટનશીપ સ્ટાઈલને રોહિત શર્મા સાથે જોડવાનું શરૂ કરી દીધું હતુ. સૌથી સારી વાત એ છે કે ખેલાડીઓ પણ સૂર્યા સમક્ષ પોતાનો મત વ્યક્ત કરતા અચકાતા નથી. હાર્દિકની સરખામણીમાં, તેના મૈત્રીપૂર્ણ વર્તન અને અન્ય ખેલાડીઓ સાથેના સારા તાલમેલને કારણે તેને સુકાનીપદ મળ્યું છે.