• હાર્દિક પંડ્યા અને નતાશાએ ડિવોર્સ લીધા
  • હાર્દિકને મુશ્કેલ સમયમાં પણ ફેન્સનો સાથ મળ્યો
  • 'સ્ટે સ્ટ્રોંગ હાર્દિક પંડ્યા' થવા લાગ્યું ટ્રેન્ડ

લાંબા સમયથી ચાલી રહેલા છૂટાછેડાના સમાચાર અંત આવ્યો છે. હાર્દિક પંડ્યા અને નતાશાએ 18 જુલાઈના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તેમના છૂટાછેડાના સમાચાર શેર કર્યા. બંનેએ 4 વર્ષ પહેલા એકબીજા સાથે લગ્ન કર્યા હતા, હવે બંનેએ તેમના સંબંધોનો અંત લાવી દીધો છે.

છૂટાછેડાના સમાચાર પછી ફેન્સની પ્રતિક્રિયાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાર્દિક પંડ્યાને મુશ્કેલ સમયમાં પણ ફેન્સનો સાથ મળી રહ્યો છે, જે ફેન્સ ગઈકાલ સુધી હાર્દિકને નફરત કરતા હતા તે આજે તેની સાથે ઉભા છે.

હાર્દિકને મળ્યો ફેન્સનો સાથ

ગુરુવારે, 18 જુલાઈના રોજ, હાર્દિક પંડ્યાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને છૂટાછેડા વિશે માહિતી આપી. પોસ્ટમાં હાર્દિકે લખ્યું છે કે 4 વર્ષ સાથે રહ્યા બાદ અમે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. હાર્દિકના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી હતી. જે ફેન્સ IPL 2024 દરમિયાન હાર્દિક સાથે દુર્વ્યવહાર કરતા હતા તે હવે આ ચેમ્પિયન ખેલાડી સાથે ઉભા છે.


એક યુઝરે પોસ્ટ શેર કરીને લખ્યું કે 'સ્ટે સ્ટ્રોંગ હાર્દિક પંડ્યા' તમે તમારી સમગ્ર કારકિર્દી દરમિયાન ચેમ્પિયન રહ્યા છો, તમે દરેક પરિસ્થિતિમાંથી બાઉન્સ બેક કર્યું છે, આશા છે કે તમે આ પરિસ્થિતિમાંથી પણ સાજા થઈ જશો. ભવિષ્ય માટે શુભકામનાઓ.


અન્ય એક યુઝરે આ પોસ્ટ શેર કરી અને લખ્યું કે તમે ક્યારેય નહીં જાણી શકો કે આ સ્મિત, હાસ્ય અને ડાન્સ પાછળ માણસનું શું દર્દ છુપાયેલું હશે. છેલ્લા 6 મહિના તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. આશા છે કે તે વધુ મજબૂત બનશે.


હાર્દિકને ન મળી કેપ્ટનશીપ

એક તરફ 18 જુલાઈના રોજ BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી, તો બીજી તરફ 18 જુલાઈએ જ હાર્દિકે તેના છૂટાછેડાની જાણકારી આપી હતી. ટીમની જાહેરાત પહેલા એવી આશા હતી કે પંડ્યાને ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવશે પરંતુ તેમ થઈ શક્યું નહીં. BCCIએ શ્રીલંકા સાથેની ટી-20 શ્રેણી માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.


  • Follow us on: