• વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાને મળી શકે છે નવા હેડ કોચ
  • રાહુલ દ્રવિડનો કાર્યકાળ જૂન 2024માં પૂરો થવાનો છે
  • જસ્ટિન લેંગર બની શકે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ

T20 વર્લ્ડકપ 2024 બાદ ટીમ ઈન્ડિયાને નવા હેડ કોચ મળી શકે છે. વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ જૂન 2024માં પૂરો થવાનો છે. આવી સ્થિતિમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પણ હેડ કોચ માટે અરજીઓ મંગાવી છે. તેથી, BCCIએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે મંગાવ્યા પછી, લખનૌ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લેંગરે IPLમાં રાહુલ દ્રવિડને બદલવાની આતુરતા દર્શાવી છે.

લેંગર હેડ કોચ બની શકે છે

એક ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે જસ્ટિન લેંગરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હા, હું તેના માટે ખૂબ જ ઉત્સુક છું. પરંતુ મેં તે વિશે ક્યારેય વિચાર્યું નથી. હું દબાણની સ્થિતિને સમજું છું, તેથી મને કોઈપણ આંતરરાષ્ટ્રીય કોચ માટે ઘણું સન્માન છે. જ્યાં સુધી ટીમ ઈન્ડિયાના કોચિંગનો સવાલ છે, તે મારા માટે ખૂબ જ અસાધારણ ભૂમિકા હશે. ભારતીય ટીમમાં ઘણી પ્રતિભા છે. ટીમ ઈન્ડિયાનો કોચ બનવું ખૂબ જ આકર્ષક રહેશે.

રાહુલ દ્રવિડ માટે પણ દરવાજા ખુલ્લા

ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ODI વર્લ્ડકપ 2023 પછી સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ T20 વર્લ્ડકપ 2024 નજીક હોવાથી દ્રવિડનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. BCCI સેક્રેટરી જય શાહે પણ કહ્યું છે કે જો દ્રવિડ ફરીથી આ પદ પર રહેવા માંગે છે, તો તેણે અરજી કરવી પડશે અને સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. બીજી તરફ, દ્રવિડ ફરીથી ટીમ ઈન્ડિયાના હેડ કોચ બને તેવી શક્યતા ઓછી છે. દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા હજુ સુધી કોઈ ICC ટ્રોફી જીતી શકી નથી.


  • Follow us on: