• રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ
  • અનુજ રાવતની 25 બોલમાં 48 રનની શાનદાર ઈનિંગ
  • મહેન્દ્ર સિંહ ધોની 3 કેપ્ટન હેઠળ આઈપીએલ રમી ચૂક્યો છે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં રુતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ ફિલ્ડિંગ કરવા મેદાનમાં આવી હતી. ગુરુવારે CSK ની કેપ્ટન્સી છોડનાર મહેન્દ્ર સિંહ ધોની પણ ગ્લોવ્ઝ પહેરીને વિકેટ પાછળ તૈનાત જોવા મળ્યો હતો. ધોની લાંબા સમય પછી એક ખેલાડી તરીકે IPL રમી રહ્યો છે.

ધોની 3 કેપ્ટન હેઠળ આઈપીએલ રમી ચૂક્યો છે

સુકાની પદ છોડ્યા બાદ હવે મહેન્દ્ર સિંહ ધોની આ સિઝનમાં રુતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં રમતા જોવા મળશે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે ધોની કોઈ અન્ય ખેલાડીની કપ્તાનીમાં IPL મેચ રમી રહ્યો હોય. આ પહેલા તે અન્ય બે ખેલાડીઓની કપ્તાનીમાં આઈપીએલ પણ રમી ચૂક્યો છે. IPL 2022માં મહેન્દ્ર સિંહ ધોની ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપમાં રમતા જોવા મળ્યા હતા. અગાઉ IPL 2017 માં, ધોની ઓસ્ટ્રેલિયન દિગ્ગજ સ્ટીવ સ્મિથની કપ્તાની હેઠળ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ માટે રમતો જોવા મળ્યો હતો.

જાડેજા બાદ ધોની ફરી કેપ્ટન બન્યો

રવીન્દ્ર જાડેજાને IPL 2022ની શરૂઆત પહેલા CSKના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન જાડેજાએ 8 મેચમાં કેપ્ટનશિપ કરી હતી અને માત્ર 2 મેચમાં જ તે પોતાની ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો હતો. આ પછી ધોનીને ફરીથી CSKની કેપ્ટનશીપ આપવામાં આવી. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ પર IPL 2016 અને 2017માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોનીએ સ્ટીવ સ્મિથની કપ્તાનીમાં IPL 2017 રમ્યો હતો.


  • Follow us on: