• વર્લ્ડકપ વચ્ચે બેન સ્ટોક્સનો વિચિત્ર નિર્ણય
  • બેન સ્ટોક્સે ECBનો કોન્ટ્રાક્ટ ફગાવ્યો
  • અનેક ખેલાડીઓએ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો

વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની ટીમ ખરાબ ફોર્મમાં છે. ટીમની 4 મેચમાંથી 3 મેચમાં હાર થઈ છે. તે પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાને છે. આ વચ્ચે વનડે ક્રિકેટમાંથી સંન્યાસ બાદ વર્લ્ડકપ રમવા આવેલા બેન સ્ટોક્સના નિર્ણયે તમામને ચોંકાવ્યા છે. ઈંગ્લેન્ડ ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ECBનો કોન્ટ્રાક્ટ ફગાવ્યો છે. સાથે તેમણે બોર્ડ સાથે એક વર્ષના કોન્ટ્રાક્ટની સહમતી દર્શાવી છે.

8 ખેલાડીઓએ સાઈન કર્યો કોન્ટ્રાક્ટ

ECBના ઈતિહાસમાં પ્રથમ વખત 18 ખેલાડીઓએ મલ્ટી યીઅર કોન્ટ્રાક્ટ રજૂ કર્યો છે. આ ઉપરાંત 8 ખેલાડીઓને એક વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હેરી બ્રૂક, જો રૂટ અને માર્ક વુડને 3 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટમાં રેડ અને વ્હાઈટ બોલ બંને ક્રિકેટ સામેલ છે. આ કોન્ટ્રાક્ટ બ્રુકનો પ્રથમ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છે. રેહાન અહમદ, જોસ બટલર અને જોની બેયરસ્તો સહિત 15 અન્ય ખેલાડીઓને 2 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, બેન સ્ટોક્સને પ્રથમ 3 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ સ્ટોક્સે આ કોન્ટ્રાક્ટ ફગાવ્યો છે. ECBએ જેમ્સ એંડરસન, મોઈન અલી, ઓલી રોબિન્સન, જેક લીચ, ડેવિડ માલન, બેન ફોક્સ અને રીસ ટોપલે સાથે 1 વર્ષનો કરાર કર્યો છે.

ફેન્સ લગાવી રહ્યા છે અનુમાન

બેન સ્ટોક્સના કોન્ટ્રાક્ટ ફગાવ્યા બાદ અનેક સવાલ ઉભા થયા છે. એવો સવાલ પણ થઈ રહ્યો છે કે, શું બેન સ્ટોક્સ ફરી વનડેમાંથી સંન્યાસ લેશે? ગત અઠવાડિયે જ્યારે સ્ટોક્સને પૂછવામાં આવ્યું હતું કે, તે વર્લ્ડકપ બાદ વનડે રમશે? આ સવાલના જવાબમાં તેમણે ક્રિકેટમાં ફેરફારની વાત કરી હતી. સ્ટોક્સે કહ્યું હતું કે, હું ઈંગ્લેન્ડ માટે જેટલું બને તેટલું રમવા માંગુ છું. મને ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરવું પસંદ છે.

ECB સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2023-24

3 વર્ષ માટે: હેરી બ્રૂક, જો રૂટ, માર્ક વુડ

2 વર્ષ માટે: રેહાન અહમદ, જોફ્રા આર્ચર, ગલ એટકિંસન, જોની બેયરસ્ટો, જોસ બટલર, બ્રાયડન કારસે, જેક ક્રોલી, સેમ કરન, બેન ડકેટ, લિયામ લિવિંગસ્ટોન, ઓલી પોપ, મેથ્યૂ પોટ્સ, આદિલ રાશિદ, જોશ ટોંગ, ક્રિસ વોક્સ

એક વર્ષનો કોન્ટ્રાક્ટ: મોઈન અલી, જેમ્સ એન્ડરસન, બેન ફોક્સ, જેક લીચ, ડેવિડ માલન, ઓલી રોબિન્સન, બેન સ્ટોક્સ, રીસ ટોપલે

ડેવલપમેન્ટ કોન્ટ્રાક્ટ: મેથ્યૂ ફિશર, સાકિબ મહમૂદ, જોન ટર્નર

  • Follow us on: