• બાંગ્લાદેશ સામે ક્વિંટન ડી કોકે ફટકારી સદી
  • વર્લ્ડકપમાં ડી કોકે ત્રીજી સદી ફટકારી
  • વર્લ્ડકપમાં 3 સદી ફટકારનારો સાઉથ આફ્રિકાનો પ્રથમ ખેલાડી બન્યો

ક્વિંટન ડીકોકે વર્લ્ડકપ 2023ની 5મી મેચમાં ત્રીજી સદી ફટકારી છે. છેલ્લી વનડે વર્લ્ડકપ રમનારો ડીકોક શાનદાર ફોર્મમાં છે. મુંબઈમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાઈ રહેલી મેચમાં સાઉથ આફ્રિકાના ડીકોકે 101 બોલમાં સદી પૂર્ણ કરી છે. ડીકોક વર્લ્ડકપની એક સિઝનમાં 3 સદી ફટકારનારો સાઉથ આફ્રિકાનો પ્રથમ ખેલાડી બન્યો છે. આ તેના વનડે કરિયરની 20મી સદી છે.

ઝડપી 20 સદી ફટકારનારો ચોથો ખેલાડી બન્યો

આ સદી સાથે ડીકોક વનડેમાં સૌથી ઝડપી 20 સદી ફટકારનારો ચોથો ખેલાડી બની ગયો છે. તેણે 150 વનડે ઈનિંગમાં 20મી સદી ફટકારી છે. આ લિસ્ટમાં હાશિમ આમલા પ્રથમ નંબરે છે. હાશિમ આમલાએ 108 વનડે ઈનિંગમાં 20 સદી ફટકારી હતી. સાથે આ લિસ્ટમાં વિરાટ કોહલી બીજા નંબરે છે. કોહલીએ 133 ઈનિંગમાં 20 સદી પૂર્ણ કરી હતી.

વનડેમાં સૌથી ઝડપી 20 સદી ફટકારનારા બેટ્સમેન

ઈનિંગ ખેલાડી
108 હાશિમ આમલા
133 વિરાટ કોહલી
142 ડેવિડ વોર્નર
150 ક્વિંટન ડી કોક
175 એબી ડિવિલિયર્સ
183 રોહિત શર્મા
195 રોસ ટેલર
197 સચિન તેંડુલકર

સાઉથ આફ્રિકાએ વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ શ્રીલંકા વિરુદ્ધ રમી હતી. જેમાં ડીકોકે 100 રનની ઈનિંગ રમી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી મેચમાં તેમણે 109 રનનો સ્કોર કર્યો હતો. હવે આજે ત્રીજી સદી બાંગ્લાદેશ વિરુદ્ધ ફટકારી છે.

ક્વિંટવ ડી કોકનું કરિયર

ડી કોક અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય કરિયરમાં 54 ટેસ્ટ, 149 વનડે અને 80 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. ટેસ્ટની 91 ઈનિંગમાં ડી કોકે 3 હજાર 300, વનડેની 149 ઈનિંગમાં 6 હજાર 409 અને T-20 આંતરરાષ્ટ્રીયની 79 ઈનિંગમાં 2 હજાર 277 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડીકોકે વર્ષ 2012માં પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું.

  • Follow us on: