• IPL સિઝનની 19મી મેચમાં RR vs RCBની ટીમના મુકાબલામાં RRની જીત થઈ
  • રાજસ્થાન રોયલ્સે, રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરને હરાવીને સિઝનની ચોથી જીત મેળવી
  • RR ચાર મેચો જીતીને કોલકાતા નાઈટ રાઈડર્સ પાસેથી નંબર 1નો તાજ છીનવી લીધો

ક્રિકટ જગતમાં IPL મેચ ખૂબ જ લોકપ્રિય રમત છે. આ વર્ષની 2024ની IPL સિઝનની 19 મેચો પૂર્ણ થઈ ગઈ છે અને આ સિઝનની 19મી IPL મેચ RR vs RCB વચ્ચે રમાઈ હતી. આ મેચમાં બંને ટોમો વચ્ચે ખૂબ જ રસાકસીની મેચ રહી હતી. બંને ટીમોનો IPL 2024માં દબદબો રહ્યો છે. ત્યારે બંને ટીમો સામ-સામે રમી રહી હતી ત્યારે 19મી મેચમાં રાજસ્થાન રોયલ્સે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કારમી હાર આપીને આઈપીએલ સિઝન 2024ની 4થી જીત મેળવી લીધી હતી. બંને ટીમો વચ્ચેની આ રસાકસી વાળી મેચ બાદ IPLના પોઈન્ટ ટેબલમાં ઘણો મોટો ફેરફાર આવ્યો છે અને એક નવી જ ટીમ IPLના પોઈન્ટ ટેબલના ટોપર્સ લીસ્ટમાં પ્રથમ સ્થાન પર આવી ગઈ છે.

IPL 2024માં સિઝનની 19મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં બદલાવ આવ્યો

IPL સિઝન 2024ની આ સિઝનમાં અત્યાર સુધીમાં રાજસ્થાન રોયલ્સે ચાર મેચો રમી છે અને આ બધી જ મેચમાં વિજેતા રહી છે. આ વિજેતા થવાની સફર બાદ રાજસ્થાન રોયલ્સની ટીમે IPL પોઈન્ટ ટેબલમાં ખૂબ મોટો ઉછાળો લઈને ફાયદો મેળવ્યો છે અને ચાર મેચ જીતવાની સાથે જ રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર આવી ગઈ છે. RRની ટીમે સતત ચાર મેચ જીતીને KKR પાસેથી IPL પોઈન્ટ ટેબલનો પ્રથમ નંબરનો તાજ છીનવી લીધો છે. અત્યાર સુધી કોલકાતા નાઈટ રાઈડર્સે ત્રણ મેચો રમી છે અને આ ત્રણેય મેચમાં KKR એ જીત મેળવી છે અને કોલકાતા નાઈટ રાઈડર્સનો રન રેટ પણ રાજસ્થાન રોયલ્સ કરતાં ઘણો જ સારો છે. હવે આ પરિસ્થિતીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વધુ એક મેચ એટલે કે સિઝનની તેની ચોથી મેચમાં જીત મેળવીને ફરી એકવાર IPL પોઈન્ટ ટેબલ 2024નો તાજ તેના નામે કરીને ટોચ પર આવી જાય તો નવાઈ નહીં.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ખરાબ પરિસ્થિતિ

IPL 2024ની 19 મેચો રમાઈ ચૂકી છે ત્યારે IPLમાં RCBનું ખૂબ ખરાબ પ્રદર્શન રહ્યું છે. RCBની ટીમના ખરાબ પ્રદર્શનને કારણે ટીમે હારની સતત હેટ્રિક લગાવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL સિઝન 19માં અત્યાર સુધી 5 મેચો રમી ચૂકી છે અને આ 5 મેચોમાંથી તે એક જ મેચ જીતી શકી છે અને 4 મેચમાં RCBને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. RCBના ખરાબ પ્રદર્શનને કારણે તે પોઈન્ટ ટેબલમાં 8માં સ્થાન પર છે અને તેનો રનરેટ -0.843 રહ્યો છે.


IPL 2024ની સિઝનમાં ટોપ - 4માં આ ટીમો રહી

IPL 2024ની સિઝનની 19 મેચો પૂરી થયાં બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે 4 મેચમાંથી 2 મેચ જીતીને 3જા સ્થાને છે તો લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 3 મેચમાંથી 2 મેચ જીતીને ચોથા સ્થાન પર છે. આ સાથે ટોપ 4માં સામેલ ટીમોમાં RR, KKR, CSK અને LSG નો સમાવેશ થાય છે.

  • Follow us on: