• 25 માર્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની મેચમાં પણ કોહલીની સુરક્ષા જોખમાઈ
  • એક ફેન મેદાને આવ્યો અને કોહલીને પગે લાગવા લાગ્યો
  • 6 એપ્રિલે ફરીથી કોહલીની સુરક્ષામાં જોવા મળી ચૂક

IPL2024 ની 19મી મેચમાં રાજસ્થાન રોયલ્સએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું. આ મેચ શનિવારે (6 એપ્રિલ) જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં રાજસ્થાનને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ હતો, જે તેણે પાંચ બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. આ મેચ જીતી લીધા બાદ રાજસ્થાન રોયલ્સ ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

ખેલાડીઓની સુરક્ષામાં વધુ એક ભંગ

આ મેચમાં એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી જ્યારે એક યુવા પ્રશંસક અચાનક મેદાનમાં કોહલીને મળવા આવ્યો. તે પ્રશંસકે RCBની ટીશર્ટ પહેરી હતી. જેની પાછળ  કોહલીનું નામ અને ટીશર્ટ નંબર પણ લખેલ હતો. એટલું જ નહીં, મેદાનમાં ફેન કોહલીને ગળે લગાવતો પણ જોવા મળ્યો. જો કે તરત જ સુરક્ષાકર્મીઓ મેદાનમાં દોડી આવ્યા હતા અને ફેનને ગ્રાઉન્ડમાંથી બહાર કાઢ્યો હતો.

 

આઈપીએલની આ સીઝનમાં ત્રીજી વખત એવું બન્યું છે કે ખેલાડીઓની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. આ પહેલા પણ 1 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન એક દર્શક મેદાનમાં ઘૂસી ગયો અને રોહિત શર્મા અને ઈશાન કિશન સુધી પહોંચી ગયો. આ પછી રોહિત સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને ઈશાન વિકેટ કીપિંગ કરી રહ્યો હતો. અચાનક તેમની પાછળ બહારના વ્યક્તિને જોઈને પહેલા રોહિત અને પછી ઈશાન ડરી ગયા. આ પછી સુરક્ષાકર્મીઓ આવ્યા અને દર્શકને પકડીને મેદાનની બહાર લઈ ગયા.

બેંગલુરુના સ્ટેડિયમમાં પણ કોહલી પાસે પહોંચ્યો હતો ફેન

આ પહેલા 25 માર્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાયેલી મેચમાં સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિઓ જોવા મળી હતી. ત્યારે પણ અચાનક એક ફેન વિરાટ કોહલીને મળવા માટે તેની પાસે પહોંચ્યો હતો. ત્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે ફેન સીધો વિરાટ પાસે ગયો અને તેના પગે પડ્યો. આ સમયે ફેને કોહલીના પગને પણ સ્પર્શ કર્યો હતો. બાદમાં સુરક્ષાકર્મીઓએ કોલરને પકડીને બહાર કાઢ્યો હતો.

શનિવારે કોહલીએ આઈપીએલની 8મી સદી ફટકારી

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં વિરાટ કોહલીએ 72 બોલમાં અણનમ 113 રન બનાવ્યા જેમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. કોહલીની આઈપીએલ કારકિર્દીની આ આઠમી સદી હતી. કોહલી IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. બીજા સ્થાને ક્રિસ ગેલ અને જોસ બટલર છે, જેમણે છ-છ સદી ફટકારી છે. કોહલીની સદી જોસ બટલરે બરબાદ કરી હતી. બટલરે પણ અણનમ સદી ફટકારીને રાજસ્થાનને જીત તરફ લઈ જવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

જાણો IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓના નામ

8- વિરાટ કોહલી

6-ક્રિસ ગેલ

6- જોસ બટલર

4- કેએલ રાહુલ

4- ડેવિડ વોર્નર

4- શેન વોટસન

  • Follow us on: