• RCB હજુ સુધી IPLમાં ટ્રોફી જીતી શકી નથી
  • IPLના ઈતિહાસમાં RCBએ 18 સદી ફટકારીટ
  • T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારી ટીમ

RCB ટીમ હજુ સુધી એક પણ વખત IPL ટ્રોફી જીતી શકી નથી. પરંતુ RCB પાસે વિરાટ કોહલીના રૂપમાં એવો સુપરસ્ટાર બેટ્સમેન છે, જે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને મેચ જીતાડવામાં મદદ કરી શકે છે. RCB તરફથી રમતા કોહલીએ રાજસ્થાન રોયલ્સ સામે જોરદાર બેટિંગ કરી અને સદી ફટકારી હતી. તેણે 113 રન બનાવ્યા હતા. આ સાથે RCB ટીમ એક ખાસ બાબતમાં નંબર વન પર પહોંચી ગઈ છે.

RCBની ટીમે રચ્યો ઈતિહાસ

IPLના ઈતિહાસમાં RCBએ 18 સદી ફટકારી છે. આ સાથે RCB T20 ક્રિકેટની દુનિયામાં સૌથી વધુ સદી ફટકારનારી ટીમ બની ગઈ છે. RCBએ ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ તોડ્યો છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી T20 ક્રિકેટમાં 17 સદી ફટકારી છે. પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો 14-14 સદી સાથે ત્રીજા સ્થાને છે.

T20 ક્રિકેટમાં ટીમ માટે સૌથી વધુ વ્યક્તિગત સદી

  • 18 - RCB
  • 17 - ભારત
  • 14 - PBKS
  • 14 - RR
  • 13 - સમરસેટ

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ

વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું છે. T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે 9 સદી ફટકારી છે. T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેલે 22 સદી ફટકારી છે. બીજા નંબર પર બાબર આઝમ છે. તેણે 11 સદી ફટકારી છે.

  • Follow us on: