• IPL 2024ને લઈ મોટું અપડેટ સામે આવ્યું
  • IPL 2024નું દુબઈમાં થઈ શકે ઓક્શન
  • WPLના ઓક્શનની માહિતી નથી આવી સામે

દરેક ક્રિકેટ પ્રેમી વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ IPLની 17મી સિઝનની રાહ જોઈ રહ્યા છે. ફેન્સ વર્લ્ડકપ 2023 પછી આ લીગની રાહ જોશે. આવી સ્થિતિમાં હવે ફેન્સ જાણવા માંગે છે કે ખેલાડીઓનું ઓક્શન ક્યારે થશે અને આ વખતે IPLનું ઓક્શન ક્યાં થશે?. હવે આ અંગે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, દુબઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ખેલાડીઓ માટે બિડિંગ થવાની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે બિડિંગ 15થી 19 ડિસેમ્બરની વચ્ચે થઈ શકે છે.

BCCIએ ફ્રેન્ચાઈઝીઓને નથી મોકલી સૂચના

જો કે, આ અંગે BCCIએ ફ્રેન્ચાઈઝીઓને કોઈ ઔપચારિક સૂચના મોકલી નથી, પરંતુ ચર્ચા થઈ રહી છે. મળતી માહિતી મુજબ, IPLનું ઓક્શન દુબઈમાં થશે. BCCIએ ગત વર્ષનું ઓક્શન ઈસ્તાંબુલમાં યોજવાનું વિચાર્યું હતું, પરંતુ બાદમાં કોચિમાં બિડિંગ હાથ ધરવામાં આવી હતી. ટ્રેડિંગ વિન્ડો હાલમાં ખુલ્લી છે, પરંતુ હજુ સુધી IPL ફ્રેન્ચાઇઝીસ વચ્ચે ખેલાડીઓની અદલાબદલીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.


WPLના ઓક્શન માટે હજુ સ્થળ નક્કી નથી થયું?

BCCIએ હજુ સુધી માલિકોને મહિલા પ્રીમિયર લીગ (WPL)ના ઓક્શન માટે સ્થળ અને તારીખ અંગે માહિતી આપી નથી. એવું સૂચન કરવામાં આવી રહ્યું છે કે, લીગ આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજવામાં આવી શકે છે. WPL એ જ શહેરમાં યોજાશે કે કેમ તે અંગે ટીમોને પુષ્ટિ મળી નથી. ગત વર્ષે સમગ્ર મહિલા IPLનું આયોજન મુંબઈમાં થયું હતું.

IPLના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષે શું કહ્યું?

આ અંગે IPL ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધૂમલે પહેલાથી જ પુષ્ટિ કરી છે કે, દેશમાં સામાન્ય ચૂંટણીઓ સાથે સંભવિત ટકરાવ છતાં IPL 2024નું આયોજન ભારતમાં કરવામાં આવશે. ધૂમલે ગત અઠવાડિયે ધર્મશાળામાં પુષ્ટિ કરી હતી કે, IPL 2024નું શિડ્યૂલ ચૂંટણીની તારીખો પછી જાહેર કરવામાં આવશે.

  • Follow us on: