• IPL 2024 પહેલાં RCB માટે સારા સમાચાર
  • RCBનો ચેમ્પિયનશિપ ખેલાડી ફિટ થયો
  • રજત પાટીદારે નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી

IPL 2024 પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે સારા સમાચાર સામે આવ્યાસ છે. ટીમના સ્ટાર બેટ્સમેન રજત પાટીદારે અંદાજે 7 મહિનાના લાંબા બ્રેક બાદ પ્રેક્ટિસ શરૂ કરી છે. IPL 2023 પહેલાં પાટીદાર ઈજાગ્રસ્ત થયો હતો. જેને લઈ તે IPLની 16મી સિઝનમાં રમી શક્યો નહતો. જો કે, હવે રજતે ફિલ્ડ પર વાપસી કરી છે. જે RCB માટે સારા સમાચાર છે.

રજત પાટીદારે વીડિયો શેર કર્યો

રજત પાટીદારે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે થ્રોડાઉન સ્પેશલિસ્ટ રમતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત રજત સ્પિનર્સનો સામનો કરતા પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં રજત પાટીદારે લખ્યું કે, પરત આવીને બેટ હાથમાં લઈને સારૂં લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રજત પાટીદાર RCB માટે મહત્વનો ખેલાડી છે.

ફેન્સ રજતની જોઈ રહ્યા હતા રાહ

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ફેન્સ પાટીદારની વાપસીને લઈ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, તમને RCBની જર્સીમાં જોવા માંગું છું. અન્ય એક યૂઝર્સે લખ્યું કે, RCBમાં જલ્દી પરત આવો.

ફેન્સે વીડિયોમાં કોમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી

એક યૂઝરે લખ્યું કે, તમને નેટ્સમાં જોઈને સારૂં લાગ્યું, સાથે અન્ય યૂઝરે આગામી સિઝનને લઈ ઉત્સાહ વ્યક્ત કરીને લખ્યું કે, રજત, તમારા હાથમાં બેટ જોઈને સારૂં લાગી રહ્યું છે. તમને આવાતા વર્ષે RCBમાં જોવા માટે રાહ જોઈ શકતો નથી.

રજત પાટીદારનું કરિયર

2021માં IPLમાં ડેબ્યૂ કરનારો રજત પાટીદાર અત્યાર સુધી 12 મેચ રમ્યો છે. આ મેચની 11 ઈનિંગમાં રજતે 40.4ની એવરેજ અને 114.29ના સ્ટ્રાઈક રેટથી 404 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 2 ફિફ્ટી સામેલ છે.

  • Follow us on: