• વાનિંદુ હસરંગાની ટીમ ફાઈનલમાં પહોંચી
  • ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન હસરંગાએ કર્યા
  • સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ હસરંગાના નામે

અત્યારે શ્રીલંકામાં લંકા પ્રીમિયર લીગની ચોથી સિઝન રમાઈ રહી છે. લીગની તમામ મેચ પૂર્ણ થઈ છે. માત્ર ફાઈનલ મેચ બાકી છે. આ લીગમાં RCBનો ખેલાડી વાનિંદુ હસરંગા ધમાલ મચાવી રહ્યો છે. હસરંગા લંકા પ્રીમિયર લીગમાં બી-લવ કેન્ડી ટીમનો કેપ્ટન છે. હસરંગાએ પોતાની શાનદાર બેટિંગ અને બોલિંગના માધ્યમથી પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડી છે.

ક્યા ખેલાડીએ સૌથી વધુ રન બનાવ્યા

હસરંગાએ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં બેટિંગ, બોલિંગ અને કપ્તાની ત્રણેય ડિપાર્ટમેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેને લઈ તેમની ટીમ ફાઈનલમાં પહોચી છે. આ લીગમાં સૌથી વધુ રન બનાવવાનો અને સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વાનિંદુ હસરંગાના નામે નોંધાયેલો છે. હસરંગાએ 10 મેચની ઈનિંગમાં બેટિંગ કરીને 279 રન બનાવ્યા છે. જેમાં 3 ફિફ્ટી સામેલ છે. આ મામલે બીજા નંબર પર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ આવે છે. બાબરે 8 મેચની 8 ઈનિંગમાં 261 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 1 ફિફ્ટી સામેલ છે.

બોલિંગમાં નંબર 1 પર કોણ?

બોલિંગની વાત કરવામાં આવે તો, બોલિંગમાં પણ બી-લવ કેન્ડીના કેપ્ટન વાનિંદુ હસરંગા નંબર 1 પર છે. હસરંગાએ 10 મેચમાં 19 વિકેટ મેળવી છે. આ દરમિયાન હસરંગાએ 5.51ની ઈકોનોમીથી રન આપ્યા છે.

ટૂર્નામેન્ટમાં બી-લવ કેન્ડીની સફર

ટૂર્નામેન્ટના વાનિંદુ હસરંગાના નૈતૃત્વવાળી બી-લવ કેન્ડીએ 8 લીગ મેચમાંથી 4 મેચ જીતી છે. ટીમની શરૂઆત હાર સાથે થઈ હતી. બી-લવ કેન્ડી પ્રથમ મેચ કોલંબો સ્ટ્રાઈકર્સ વિરુદ્ધ 27 રને હાર્યું હતું અને બીજી મેચમાં ગોલ ટાઈટન્સ સામે 83 રને હાર મળી હતી. જે બાદ ટીમે સળંગ 4 મેચમાં જીત મેળવી છે. જે બાદ ફરી બે મેચમાં ટીમની હાર થઈ હતી. હવે આ ટીમ લંકા પ્રીમિયર લીગના ફાઈનલમાં પહોંચી છે.

  • Follow us on: