• અત્યારે રમાઈ રહી છે LPL 2023

  • 30 જુલાઈથી ટુર્નામેન્ટ શરૂ થઈ
  • ટુર્નામેન્ટમાં 5 ટીમે લીધો ભાગ

શ્રીલંકામાં અત્યારે લંકા પ્રીમિયર લીગ રમાઈ રહી છે. 30 જુલાઈથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ હવે ધીમે-ધીમે રોમાંચક બની છે. 5 ટીમ વાળી આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અમુક દિલચસ્પ મેચ જોવા મળી છે. અત્યાર સુધી જાફના કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. સાથે અનેક ખેલાડી પણ સારા લયમાં જોવા મળી રહ્યા છે.

લંકા પ્રીમિયર લીગના ટોપ-5 બેટ્સમેન

  • તૌહીદ: બાંગ્લાદેશના તૌહીદ અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બન્યા છે. જાફના કિંગ્સ માટે રમનારા તૌહીદે 3 ઈનિંગમાં 148.78ની સ્ટ્રાઈક રેટથી 122 રન બનાવ્યા છે.
  • ટિમ સીફર્ટ: ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન ટિમ સિફર્ટ ટુર્નામેન્ટમાં ગોલ ટાઈટન્સ માટે રમે છે. ટિમ સિફર્ટ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બીજા ખેલાડી છે. તેમણે અત્યાર સુધી 3 ઈનિંગમાં 106 રન બનાવ્યા છે.
  • ધનંજય ડી સિલ્વા: શ્રીલંકાના ધનંજય ડી સિલ્વા લંકા પ્રીમિયર લીગમાં દામ્બુલા ઓરા માટે રમે છે. ડી સિલ્વાએ અત્યાર સુધી 3 મેચની 2 ઈનિંગમાં 104 રન બનાવ્યા છે.
  • રહમાનુલ્લાહ ગુરબાઝ: અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહમાનુલ્લાહ ગુરબાઝ ટુર્નામેન્ટમાં જાફના કિંગ્સ માટે રમે છે. તેમણે અત્યાર સુધી 3 ઈનિંગમાં 89 રન બનાવ્યા છે.
  • અવિષ્કા ફર્નાડો: શ્રીલંકાના અવિષ્કા ફર્નાડો લંકા પ્રીમિયર લીગમાં દામ્બુલા ઓરા માટે રમે છે. તેમણે અત્યાર સુધી 3 ઈનિંગમાં 85 રન બનાવ્યા છે.

લંકા પ્રીમિયર લીગના ટોપ-5 બોલર

  • દુનિથ વેલાગે: ટુર્નામેન્ટમાં જાફના કિંગ્સના દુનિથ વેલાગે અત્યાર સુધી 3 મેચ રમ્યા છે. જેમાં તેમણે 5 વિકેટ પ્રાપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, દુનિથ શ્રીલંકા માટે રમે છે.
  • શાકિબ અલ હસન: બાંગ્લાદેશના શાકિબ અલ હસન લંકા પ્રીમિયર લીગમાં ગોલ ટાઈટનન્સ માટે રમે છે. આ બાંગ્લાદેશી ઓલરાઉન્ડરે અત્યાર સુધી 3 મેચમાં 5 વિકેટ લીધી છે.
  • ઈસુરુ ઉદાના: શ્રીલંકાના ઈસુરુ ઉદાના અત્યાર સુધી ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના લિસ્ટમાં ત્રીજા નંબરે આવે છે. ઈસુરુ અત્યાર સુધી 5 વિકેટ પોતાના નામે કરી ચૂક્યા છે.
  • મથીશા પથિરાના: શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાના ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે નંબર 4 પર છે. પથિરાનાએ અત્યાર સુધી 4 વિકેટ પ્રાપ્ત કરી છે.
  • કસુન રજિથા: શ્રીલંકાના કસુન રજિથાએ અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં 4 વિકેટ લીધી છે. રજિથા લંકા પ્રીમિયર લીગમાં સૌથી વધુ વિકેટ લેનારા 5માં ખેલાડી બન્યા છે.
  • Follow us on: