• લંકા પ્રિમિયર લીગ 2023ની શરૂઆત
  • જાફના કિંગ્સ-કોલંબો સ્ટ્રાઈકર્સ વચ્ચે પ્રથમ મેચ રમાઈ
  • બાબર આઝમની જર્સીને લઈ વિવાદ થયો

લંકા પ્રિમિયર લીગ 2023 સિઝનની શરૂઆત થઈ છે. જાફના કિંગ્સ અને કોલંબો સ્ટ્રાઈકર્સ વચ્ચે LPLની પ્રથમ મેચ રમાઈ છે. જેમાં જાફનાની ટીમે 21 રને જીત પ્રાપ્ત કરી છે. આ મેચમાં કોલંબોની ટીમમાં રમી રહેલા પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમની જર્સીને લઈ વિવાદ થયો છે. બાબર આઝમના હેલમેટ અને જર્સીમાંથી બેટિંગ બ્રાંડના લોગો ગાયબ છે. એટલે કે બાબરે ઈન્ડિયન કંપનીના લોગો વાળી જર્સી પહેરી નથી.

કોલંબો સ્ટ્રાઈકર્સ તરફથી રમે છે બાબર

બાબર આઝમ કોલંબો સ્ટ્રાઈકર્સ ટીમ તરફથી રમી રહ્યા છે. આ ટીમે ભારતી બેટિંગ બ્રાંડ કંપની ખેલો યાર અને 1XBook સાથે કરાર કર્યો છે. જેથી અન્ય ખેલાડીઓના હેલમેટ અને જર્સીમાં આ કંપનીઓના લોગો જોવા મળી રહ્યા છે, પરંતુ બાબર આઝમના હેલમેટ અને જર્સીમાં આ કંપનીના લોગો દેખાતા નથી.

પાકિસ્તાનમાં બેટિંગ કરવું ગેરકાયદે

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે બેટિંગ કંપનીઓને સમર્થન કરવાનો ઈનકાર કરી દીધો હતો. પાકિસ્તાનમાં પણ બેટિંગ કરવું ગેરકાયદે છે. બાબરે પોતાના આ નિર્ણયને લઈ પહેલા કોલંબો સ્ટ્રાઈકર્સ ફ્રેંચાઈઝીને માહિતી આપી હતી. જો કે, ફેન્સે બાબરના આ નિર્ણયને લઈ તેને નોટંકી કહ્યું હતું. કારણ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન સુપર લીગ બંનેએ બેટિંગ કંપનીને પોતાની પાર્ટનર બનાવી છે.

જાફના કિંગ્સની 21 રને જીત

LPL 2023ની પ્રથમ મેચની વાત કરવામાં આવે તો, તેમાં જાફના કિગ્સની ટીમે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 173 રન બનાવ્યા હતા. જેમાં ટાઉહિડ હર્ડોયે સૌથી વધુ 54 રન કર્યા હતા. સાથે ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલંબો સ્ટ્રાકર્સની ટીમ 19.4 ઓરમાં માત્ર 152 રન કરીને ઓલઆઉટ થઈ છે.

  • Follow us on: