- પ્રભાત જયસૂર્યા સામે બાબર આઝમ ફેલ
- પ્રભાતે 6 વખત બાબરને આઉટ કર્યો
- 7 વખત બંને આમને-સામને આવ્યા
કોલંબોના સિંહલી સ્પોર્ટ્સ ક્લબમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ મેચના ત્રીજા દિવસે પાકિસ્તાની ટીમ પોતાની પ્રથમ ઈનિંગ રમી રહી છે. આ ઈનિંગમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ફરી પ્રભાત જયસૂર્યાનો શિકાર બન્યા છે. પ્રભાતે પાકિસ્તાની કેપ્ટનને LBW આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.
બાબરે 39 રન બનાવ્યા
બાબર આઝમ 4 ફોર અને 1 સિક્સની મદદથી 39 રન બનાવીને આઉટ થયા છે. આ સીરિઝમાં પાકિસ્તાની ટીમ પોતાની ત્રીજી ઈનિંગ રમી રહી છે અને સળંગ ત્રીજી વખત પ્રભાત જયસૂર્યાએ બાબર આઝમને પોતાનો શિકાર બનાવ્યો છે. અત્યાર સુધી બાબર અને પ્રભાત 7 વખત આમને-સામને આવ્યા છે. જેમાંથી પ્રભાતે 6 વખત બાબર આઝમને આઉટ કર્યો છે.
બાબરને 6 વખત આઉટ કર્યો
7 ઈનિંગમાં બાબર આઝમે 172 રન બનાવ્યા છે. આ દરમિયાન બાબર આઝમ 6 વખત આઉટ થયો છે. જયસૂર્યાએ 2022માં 3 વખત બાબર આઝમને આઉટ કર્યો હતો. હવે 2023માં પ્રભાત ફરી બાબરને 3 વખત આઉટ કરી ચૂક્યા છે.
બાબર 49 ટેસ્ટ મેચ રમ્યો
બાબર આઝમના ટેસ્ટ કરિયરની વાત કરવામાં આવે તો, બાબર 49 મેચ રમી ચૂક્યો છે. 49 મેચની 88 ઈનિંગમાં બાબરે 3 હજાર 772 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 9 સદી અને 26 ફિફ્ટી ફટકારી છે. જેમાં તેમનો હાઈસ્કોર 196 રન છે. આ દરમિયાન તેમણે 441 ફોર અને 23 સિક્સ ફટકારી છે.
શ્રીલંકા 166 રન પર ઓલઆઉટ
પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાતી બીજી ટેસ્ટમાં મેજબાન શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં શ્રીલંકાની ટીમ માત્ર 166 રન પર ઓલઆઉટ થઈ હતી. ધનંજય ડી સિલ્વાએ ટીમ માટે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. જેમાં તેમણે 9 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. પાકિસ્તાન તરફથી અબરાર અહમદે 4, નસીમ શાહે 3 અને શાહીન અફરીદીએ 1 વિકેટ લીધી હતી.