• સઉદે તોડ્યો વર્લ્ડરેકોર્ડ
  • તમામ મેચમાં ફટકારી ફિફ્ટી
  • પાક.ના ઓપનરે બેવડી સદી ફટકારી

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં રમાતી બીજી ટેસ્ટ મેચમાં ફિફ્ટી ફટકારી સઉદ શકીલે ઈતિહાસ રચ્યો છે. 50 રન પૂર્ણ કર્યા બાદ સઉદ શકીલ હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ 7 ટેસ્ટમાં ફિફ્ટી લગાવનારો પ્રથમ ક્રિકેટર બન્યો છે. અત્યાર સુધી કોઈ પણ બેટ્સમેન આવું કરી શક્યો નથી.

7 ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી

27 વર્ષના સઉદ શકીલે પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆતની તમામ 7 ટેસ્ટ મેચમાં 50 અથવા તેનાથી વધુ રન કર્યા છે. આ સાથે જ તેમના નામે તમામ મેચમાં 50 રન બનાવવાનો રેકોર્ડ નોંધાયો છે. સઉદ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું કરનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ પહેલા આવું કારનામું કોઈ પણ બેટ્સમેન કરી શક્યો નથી.

અબ્દુલ્લાહ શફીકે 201 રન બનાવ્યા

બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શ્રીલંકાની ટીમ માત્ર 166 રન પર ઓલઆઉટ થઈ હતી. જે બાદ પાકિસ્તાની ટીમે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટના નુકસાને 563 રન બનાવ્યા છે. આ સાથે જ પાકિસ્તાને ત્રીજી દિવસની રમત પૂર્ણ થવા સુધી 397 રનની લીડ મેળવી લીધી છે. આ મેચમાં પાકિસ્તાનના ઓપનર અબ્દુલ્લાહ શફીકે 201 રન બનાવ્યા છે, જ્યારે સલમાન 132 અને મોહમ્મદ રિઝવાન 37 રન સાથે ક્રીઝ પર છે.

  • Follow us on: