- શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી
- શ્રીલંકા 166 રનમાં ઓલઆઉટ
- પાકિસ્તાને બીજા જ દિવસે મેળવી લીડ
કોલંબોમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટના બીજા દિવસે વરસાદ આવ્યો છે. જેના કારણે બીજા દિવસે માત્ર 10 ઓવર ફેંકવામાં આવી છે. બીજા દિવસની રમત પૂર્ણ થવા સમયે પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાને 178 રન છે. જેથી પાકિસ્તાને 12 રનની લીડ મેળવી છે. શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 166 રન બનાવ્યા હતા. આ પહેલા શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
અબ્દુલાહ શફીક અને બાબર આઝમ ક્રીઝ પર
બીજા દિવસના અંતે પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાને 178 રન છે. અત્યારે પાકિસ્તાન માટે અબ્દુલાહ શફીક અને કેપ્ટન બાબર આઝમ ક્રીઝ પર છે. અબ્દુલાહ શફીદે 131 બોલ પર 87 રન બનાવ્યા છે, જ્યારે બાબર આઝમે 49 બોલમાં 28 રન બનાવ્યા છે. બંને ખેલાડીઓ વચ્ચે 101 બોલમાં 57 રનની પાર્ટનરશીપ થઈ ચૂકી છે.
પ્રથમ ઈનિંગમાં શ્રીલંકાએ બનાવ્યા 166 રન
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ માત્ર 166 રનમાં ઓલઆઉટ થઈ હતી. શ્રીલંકા માટે ધનંજય ડી સિલ્વાએ 68 બોલમાં સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. તેમણે પોતાની ઈનિંગમાં 9 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, અબરાર અહમદ સૌથી સફળ બોલર રહ્યા છે. તેમણે શ્રીલંકાના 4 ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. આ ઉપરાંત નસીમ શાહને 3 વિકેટ અને શાહી અફરીદીને 1 વિકેટ મળી છે.