- ભારતીય ફ્રેન્ચાઈઝી પાકિસ્તાની ખેલાડીને આપે છે રૂપિયા
- પાકિસ્તાની ખેલાડીને પોતાની ટીમમાં આપે છે સ્થાન
- મુંબઈ અને ચેન્નઈની ટીમ આપે છે રૂપિયા
ગત થોડા વર્ષોથી અનેક દેશોમાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટની શરૂઆત જોવા મળી છે. જેમાં સાઉથ આફ્રિકા, UAE ઉપરાંત અમેરિકા અને ઝિમ્બાબ્વે સામેલ છે. જેમાં મોટાભાગની ફ્રેન્ચાઈઝીના માલિક ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમનારી ભારતીય ફ્રેન્ચાઈઝી છે. આ લીગ્સમાં પાકિસ્તાની ખેલાડીઓ પણ રમતા જોવા મળે છે. આ ખેલાડીઓને પોતાની ટીમનો ભાગ બનાવવા ઈન્ડિયન ફ્રેન્ચાઈઝી મોટા રૂપિયા આપે છે.
બીજા દેશમાં રમે છે પાકિસ્તાનના ખેલાડી
IPLમાં પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધ હોવા છતાં તે અન્ય દેશોમાં યોજાતી T20 લીગમાં રમતા જોવા મળે છે, ત્યારે જો IPLની 2 સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વાત કરવામાં આવે તો, બંનેની માલિકીની ટીમો અમેરિકન T20 લીગ MLC અને દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં રમતી જોવા મળશે. જેમાં એમઆઈ ન્યૂયોર્ક ટીમમાં હમ્માદ આઝમ, અને એહસાન આદિલ સામેલ છે.
ટેક્સાસ સુપર કિંગ્સમાં 2 પાકિસ્તાની ખેલાડી
ચેન્નઈ સુપર કિંગ્સની માલિકીની ટીમ ટેક્સાસ સુપર કિંગ્સ ટીમમાં પણ મૂળ પાકિસ્તાન અને અત્યારે અમેરિકામાં રહેનારા મોહમ્મદ વસીમ અને સમી અસલમ સામેલ છે. આ ઉપરાંત GMR ગ્રુપની MLCમાં રમનારી ટીમ સિએટલ ઓર્કોસની ટીમમાં પણ પાકિસ્તાનના 2 ખેલાડી છે. જેમાં એક અમેરિકામાં વસવાટ કરનારા નૌમાન અનવર અને બીજા પાકિસ્તાનના ખેલાડી ઈમાદ વસીમનું નામ સામેલ છે.
જિમ એફ્રો T10માં આ પાકિસ્તાની ખેલાડી સામેલ
મેજર લીગ ક્રિકેટ ઉપરાંત ઝિમ્બાબ્વેમાં રમવામાં આવી રહેલી જિમ એફ્રો T10 લીગમાં ભારતીય અભિનેતા સંજય દત્તની માલિકીની ટીમ હરારે હેરિકેંસ ટીમમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શહનવાઝ દાહની રમતા જોવા મળી રહ્યા છે. આ ટીમમાં પૂર્વ ભારતીય ખેલાડી ઈરફાન પઠાણ, એસ શ્રીસંત અને રોબિન ઉથપ્પા પણ છે.