- LPL 2023માં મેદાનમાં આવ્યો સાપ
- સાપ આવવાથી મેચ રોકવામાં આવી
- મેદાનમાં સાપ આવવાનો વીડિયો સો.મીડિયા પર વાયરલ
આજે લંકા પ્રીમિયર લીગમાં ગાલે ટાઇટન્સ અને દામ્બુલા ઓરાની ટીમો સામસામે હતી,પરંતુ આ મેચ દરમિયાન કાંઈક એવું બન્યું, જેના પછી રમત બંધ કરવી પડી હતી. આ મેચ દરમિયાન ક્રિકેટ સ્ટેડિયમમાં સાપ ઘૂસી ગયો હતો. જે બાદ રમતને થોડા સમય માટે રોકવી પડી હતી. મેદાનમાં સાપ આવવાનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ કહ્યો છે. જેના પર સોશિયલ મીડિયા યૂઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ ઘટના ત્યારે બની જ્યારે દામ્બુલા ઓરાની ટીમ બેટિંગ કરી રહી હતી. આ સમયે શાકિબ અલ હસન ગાલે ટાઇટન્સ માટે 5મી ઓવર નાખવા આવ્યો હતો, પરંતુ તે બાદ સ્ટેડિયમમાં સાપ ઘૂસી ગયો હતો. જે બાદ રમત બંધ કરવી પડી હતી. મેદાનમાં સાપ આવવાની ઘટનાથી અંપાયર અને બંને ટીમના ખેલાડી પણ આશ્ચર્યચકિત થયા હતા.
ગાલે ટાઈટન્સે દામ્બુલા ઓરાને હરાવ્યું
આ મેચની વાત કરવામાં આવે તો ગાલે ટાઇટન્સે સુપર ઓવરમાં દામ્બુલા ઓરાને હરાવ્યું છે. પહેલાં બેટિંગ કરવા આવેલી ગાલે ટાઇટન્સે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 180 રન બનાવ્યા હતા. જેથી દામ્બુલા ઓરાને જીતવા માટે 181 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ દામ્બુલા ઓરા પણ 20 ઓવરમાં 7 વિકેટના નુકસામને 180 રન જ બનાવી શકી હતી. જેથી સુપર ઓવર ફેંકવામાં આવી હતી. જેમાં ગાલે ટાઇટન્સે દામ્બુલા ઓરાને હરાવ્યું છે.