- ક્વોલીફાયર મેચમાં એમઆઈ ન્યૂયોર્કની જીત
- પોલાર્ડે ડ્વેન બ્રાવો સાથે કરી મુલાકાત
- બ્રાવોને ઘરે જવા ઈશારો કર્યો
મેજર લીગ ક્રિકેટ 2023ના બીજા ક્વાલીફાયર મેચમાં એમઆઈ ન્યૂયોર્કની જીત થઈ છે. એમઆઈ ન્યૂયોર્કની ટીમ ટેક્સાસ સુપર કિંગ્સ વિરુદ્ધ 6 વિકેટે જીત મેળવીને ફાઈનલમાં પહોંચી છે, ત્યારે આ મેચ બાદ મેદાન પર એક જોરદાર ઘટના બની હતી. મેચ બાદ પોલાર્ડે ડ્વેન બ્રાવો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બ્રાવોનો મજાક ઉડાવ્યો હતો. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ઘટના કેમેરામાં કેદ
એમઆઈ ન્યૂયોર્ક તરફથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, જ્યારે પોલાર્ડ મેચ બાદ બ્રાવોને મળવા પહોંચ્યા, ત્યારે તેમણે ઈશારાથી ઘર જવા કહ્યું છે. આ દરમિયાન બ્રાવોએ પણ પોલાર્ડની વાતનો જવાબ આપવા માટે તેને સલામી આપી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી.
IPL 2023માં બ્રાવોએ કરી હતી મસ્તી
ડ્વેન બ્રાવો અને કાયરન પોલાર્ડ વચ્ચે હંમેશા સારી મિત્રતા જોવા મળી છે. IPL 2023ની સિઝનમાં જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે ટ્રોફીને પોતાના નામે કરી હતી, તો બ્રાવોએ પોલાર્ડ સાથે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે પોતાનાથી વધુ T-20 ટ્રોફી જીતીને પોલાર્ડની મસ્તી કરી હતી.
ફાઈનલમાં સિએટલ ઓર્કોસ સાથે ટક્કર
બીજી ક્વોલીફાયર મેચમાં એમઆઈ ન્યૂયોર્કની ટીમને 159 રનનો ટાર્ગેટ મળ્યો હતો. એમઆઈ ન્યૂયોર્કે 19 ઓવરમાં 4 વિકેટના નુકસાને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. ટીમ તરફથી ટાર્ગેટનો પીછો કરવા સમયે ડેવાલ્ડ બ્રેવિસે અમણન 41 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત સયાન જહંગીરે 36 અને ટીમ ડેવિડે 33 રનની ઈનિંગ રમી હતી. હવે એમઆઈ ન્યૂયોર્કની ટીમ અને સિએટક ઓર્કોસ વચ્ચે ફાઈનલ મેચ રમવામાં આવશે.