- સુપર કિંગ્સે બનાવ્યા 126 રન
- એન્ડ્ર્યૂ ટાયે 3 વિકેટ લીધી
- સુપર કિંગ્સ ટૂર્નામેન્ટમાંથી બહાર
ક્વિંટન ડી કૉકની તૂફાની ઈનિંગના કારણે સિએટલ ઑર્કાસ મેજર લીગ ક્રિકેટના ફાઈનલમાં પહોંચી છે. સિએટલ ઑર્કાસે ક્વોલીફાયર મેચમાં ટેક્સાસ સુપર કિંગ્સને હરાવ્યું છે. આ મેચમાં ફાફ ડુપ્લેસીની ટીમને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચની વાત કરવામાં આવે તો, ટેક્સાસ સુપર કિંગ્સના કેપ્ટન ફાફ ડુપ્લેસીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટેક્સાસ સુપર કિંગ્સે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 126 રન બનાવ્યા હતા.
સિએટલ ઑર્કાસે જીતી મેચ
સિએટલ ઑર્કાસને જીત માટે 127 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સિએટલ ઑર્કાસે 15 ઓવરમાં 1 વિકેટના નુકસાને 127 રન બનાવીને મેચ પોતાને નામ કરી છે. સિએટલ ઑર્કાસ માટે ક્વિંટન ડી કૉકે તૂફાની ઈનિંગ રમી છે. ડી કૉકે 50 બોલ પર અણનમ 88 રન બનાવ્યા છે. તેમણે પોતાની ઈનિંગમાં 10 ફોર અને 4 સિક્સ ફટકારી છે. સાથે જેહાન જયસૂર્યાએ 34 બોલ પર અણનમ 31 રન બનાવ્યા છે. તેમણે પોતાની ઈનિંગમાં 4 ફોર ફટકાર્યા છે.
ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી
આ પહેલાં ટોસ જીતીને બેટિંગ કરવા આવેલી ટેક્સાસ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં માત્ર 126 રન બનાવી શકી હતી. ટેક્સાસ સુપર કિંગ્સ માટે ડેનિયલ સૈમ્સે સૌથ વધુ 25 બોલ પર 26 રન બનાવ્યા હતા. સિએટલ ઑર્કાસના બોલરની વાત કરવામાં આવે તો, એન્ડ્ર્યૂ ટાયે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી, જ્યારે ઈમાદ વસીમે 2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત કેમરન ગૈનન અને હરમીત સિંહે 1-1 વિકેટ લીધી હતી.