- એલિમિનેટરમાં એમઆઈ ન્યૂયોર્કની જીત
- MLCમાં વોશિંગ્ટન ફ્રિડમની સફર પૂર્ણ
- એમઆઈ ન્યૂયોર્ક કાલે ચેલેન્જર મેચ રમશે
એમઆઈ ન્યૂયોર્કે એલિમિનેટરમાં વોશિંગ્ટન ફ્રિડમને હરાવ્યું છે. જેથી MLCમાં વોશિંગ્ટન ફ્રિડમની સફર પૂર્ણ થઈ છે. સાથે એમઆઈ ન્યૂયોર્ક ચેલેન્જર રાઉન્ડમાં પહોંચી ગઈ છે. અહીં એમઆઈ ન્યૂયોર્કનો સામનો ટેક્સાસ સુપર કિંગ્સ સામે થશે. બંને ટીમો વચ્ચે ચેલેન્જર મેચ શનિવારે રમવામાં આવશે.
16 રને વોશિંગ્ટન ફ્રિડમને હરાવ્યું
એલિમિનેટર મેચમાં એમઆઈ ન્યૂયોર્કે 16 રને વોશિંગ્ટન ફ્રિડમને હરાવ્યું છે. જો કે, આ મેચમાં એમઆઈ ન્યૂયોર્કના કેપ્ટન પોલાર્ડ રમ્યા નહતા. પોલાર્ડની જગ્યાએ નિકોલસ પૂરણના નૈતૃત્વમાં એમઆઈ ન્યૂયોર્ક ટીમ મેચ રમી હતી.
ડેવાલ્ડ બ્રેવિસે બનાવ્યા સૌથી વધુ રન
પ્રથમ બેટિંગ કરવા આવેલી એમઆઈ ન્યૂયોર્કે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 141 રન બનાવ્યા હતા. જેથી ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વોશિંગ્ટન ફ્રિડમની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને માત્ર 125 રન બનાવી શકી હતી. એમઆઈ ન્યૂયોર્ક માટે સૌથી વધુ 57 રન ડેવાલ્ડ બ્રેવિસે બનાવ્યા છે. તેમણે પોતાની ઈનિંગમાં 4 ફોર અને 3 સિક્સ ફટકારી છે. બીજી તરફ વોશિંગ્ટન ફ્રિડમ માટે સૌથી વધુ 2 વિકેટ સૌરભ નેત્રવાલ્કરે લીધી છે.
બોલ્ટે લીધી 4 વિકેટ
એમઆઈ ન્યૂયોર્કના 141 રનનો પીછો કરવા આવેલી વોશિંગ્ટ ફ્રિડમની શરૂઆત સારી નહોતી થઈ. માત્ર 14 રન પર વોશિંગ્ટન ફ્રિડમે પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ ટીમ માટે માર્કો યોન્સેસે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. એમઆઈ ન્યૂયોર્કની બોલિંગની વાત કરવામાં આવે તો, ટ્રેંટ બોલ્ટે સૌથી વધુ 4 વિકેટ લીધી છે, જ્યારે નોતુશ કેજિંગે 2 ખેલાડીને આઉટ કર્યા છે. આ ઉપરાંત ડેવિન વીજે 1 વિકેટ પોતાના નામે કરી છે.