- LPL 2023માં મેદાનમાં આવ્યો સાપ
- સાપ આવવાથી મેચ રોકવામાં આવી
- સાપ આવવાનો વીડિયો સો.મીડિયા પર વાયરલ
લંકા પ્રીમિયર લીગના લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં સાપની એન્ટ્રી થઈ છે. આ સાપ ફીલ્ડિંગ કરનારા ઈસરૂ ઉદાના પાસે આવી ગયો હતો. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ અગાઉ પણ લંકા પ્રીમિયર લીગમાં મેચ દરમિયાન સાપની એન્ટ્રી થઈ હતી.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
લંકા પ્રીમિયર લીગના લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં સાંપ ઘૂસવાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયો યૂઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ફાસ્ટ બોલર ઈસરૂ ઉદાના પાસે સાપ આવી ગયો છે.
બીજી વખત શ્રીલંકાના મેદાનમાં દેખાયો સાપ
લંકા પ્રીમિયપ લીગના લાઈવ મેચ દમરિયાન સ્ટેડિયમમાં સાપની એન્ટ્રી થયા બાદ રમત રોકવામાં આવી હતી. જો કે, થોડા સમય બાદ ફરી મેચ શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં પણ લંકા પ્રીમિયર લીગના લાઈવ મેચ દરમિયાન મેદાનમાં સાપ આવ્યો હતો. જે બાદ મેચ રોકવામાં આવી હતી.