- IPLની લોકપ્રિયતામાં થયો મોટો વધારો
- બ્રાંડ વેલ્યુમાં સીધો 6 ટકાનો વધારો થયો
- રૂપિયાનો જોરદાર વરસાદ થયો ટીમ પર
IPLની લોકપ્રિયતા સતત વધી રહી છે, ત્યારે હવે IPLની બ્રાન્ડ વેલ્યુ લગભગ 6 ટકા વધી છે. આ સાથે IPL વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPLની બ્રાન્ડ વેલ્યુમાં 6.3 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે IPLની માર્કેટ વેલ્યુ 87 હજાર કરોડ રૂપિયા હતી, જે હવે 92 હજાર 500 કરોડ રૂપિયા થઈ છે.
IPL ટીમમાં મુંબઈ ઈન્ડિયન્સ ટોપ પર
અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગની બ્રાન્ડ વેલ્યુ 11.2 બિલિયન ડોલર છે. જો IPL ટીમની વાત કરવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સનું બ્રોડ વેલ્યુ ટોપ પર છે. જે બાદ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ છે, જ્યારે ત્રીજા નંબર પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ 410-450 ડૉલર મિલિયન સાથે ટોપ પર છે.
IPL પર કેવી રીતે થયો રૂપિયાનો વરસાદ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPLએ પ્રસારણ અધિકારોથી ઘણો નફો કર્યો છે. આ ઉપરાંત ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સના આગમન બાદ IPLનું માર્કેટ વધ્યું છે. લખનઉ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝી માટે 7 હજાર 90 કરોડ, જ્યારે ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝી માટે 5 હજાર 625 કરોડ ખર્ચાયા છે.