• બીજી T20 પણ ડબલિનના ધ વિલેજ ખાતે રમા
  • ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે
  • બીજી T20માં પણ વરસાદ ખલેલ પહોંચાડી શકે છે

આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની બીજી મેચ રમાશે. વેધર રીપોર્ટ પર નજર કરીએ તો બીજી T20 મેચમાં વરસાદ વિધ્ન બની શકે છે. જાણો આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

વરસાદ બનશે વિધ્ન

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની બીજી T20 પણ ડબલિનના ધ વિલેજ ખાતે રમાશે. બીજી T20માં પણ વરસાદ ખલેલ પહોંચાડી શકે છે. ત્રણ મેચોની સીરિઝની બીજી T20 આજે 20 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-0થી આગળ છે.

કેપ્ટન જસપ્રિત બુમરાહની શાનદાર વાપસીથી ઉત્સાહિત ભારતીય ટીમ રવિવારે આયર્લેન્ડ સામેની બીજી T20 મેચ જીતીને ત્રણ મેચની સીરિઝમાં અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે. આ સાથે ભારતને પણ સારા હવામાનની આશા રહેશે, જેના કારણે તેના યુવા બેટ્સમેનોને પોતાનું કૌશલ્ય બતાવવાનો મોકો મળશે.

ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ

અહીંની પરિસ્થિતિમાં ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે. પ્રથમ મેચમાં ભારત આ બાબતમાં નસીબદાર હતું. મેચમાં બે વિકેટ લેનાર લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈએ બાદમાં સ્વીકાર્યું કે ટોસ જીતવાનો ફાયદો ભારતને મળ્યો હતો.

આયર્લેન્ડને આ રીતે ભારતને આપી શકે છે પડકાર

જ્યાં સુધી આયર્લેન્ડનો સવાલ છે, તેની ટીમ બુમરાહની પ્રથમ ઓવરમાં જ બે આંચકાથી વાપસી કરવામાં સફળ રહી હતી. જો આયર્લેન્ડની ટીમને સિનિયર ખેલાડીઓની ગેરહાજરી હોવા છતાં મજબૂત ભારતીય ટીમને પડકાર આપવો હોય તો તેણે રમતના દરેક વિભાગમાં સારું પ્રદર્શન કરવું પડશે.

જો આયર્લેન્ડે ભારત સામે પડકાર રજૂ કરવો હોય તો તેના અનુભવી ખેલાડીઓ પોલ સ્ટર્લિંગ, એંડ્રયુ બાલબર્ની, જોશુઆ લિટિલ, ક્રેગ યંગ અને જ્યોર્જ ડોકરેલને સારું પ્રદર્શન કરવું પડશે.

પિચ રિપોર્ટ

જો કે ડબલિનમાં ધ વિલેજની પીચ બેટ્સમેનો માટે ખૂબ જ અનુકૂળ છે, પરંતુ પ્રથમ T20માં ભારતીય બોલરોએ અહીં જોરદાર પ્રદર્શન કર્યું હતું. અહીં ઘણી વખત 200 થી વધુ રન બનાવ્યા છે. આ પીચ પર ફરી એકવાર મોટો સ્કોર જોવા મળી શકે છે. જોકે, ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.

આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન: પોલ સ્ટર્લિંગ (C), એંડ્રયૂ બાલબર્ની, લોરકન ટકર (WK), હૈરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, માર્ક અડાયાર, બેરી મેકેકાર્થી, ક્રેગ યંગ, જોશ લિટિલ, બેન વ્હાઇટ.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ (કેપ્ટન) અને રવિ બિશ્નોઈ.

  • Follow us on: