• જસપ્રીત બુમરાહની મેદાન પર વાપસી
  • 11 મહિના બાદ બુમરાહ મેદાનમાં આવ્યો
  • પ્રથમ મેચમાં જ બુમરાહે બનાવ્યો રેકોર્ડ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 11 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. આયરલેન્ડ વિરુદ્ધ T-20 સીરિઝમાં બુમરાહ ભારતનો કેપ્ટન છે. પ્રથમ મેચમાં જ બુમરાહના નૈતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 2 રને જીત મેળવી છે. આ મેચમાં જસપ્રીત બુમરાહે મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

પ્રથમ ઓવરમાં બુમરાહે 2 વિકેટ લીધી

બુમરાહે પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ લીધી છે. આ સાથે તેમણે T-20 આંતરરાષ્ટ્રીયમાં આર.અશ્વિન જેટલી જ વિકેટ મેળવી લીધી છે. મેચમાં બુમરાહે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી છે. બુમરાહને આ પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ મળ્યો છે.

બુમરાહે T-20 આંતરરાષ્ટ્રીયમાં 72 વિકેટ લીધી

આયરલેન્ડ વિરુદ્ધ આ મેચ સાથે બુમરાહે T-20 આંતરરાષ્ટ્રીયમાં વિકેટ લેવા મામલે અનુભવી સ્પિનર આર.અશ્વિનની બરાબરી કરી છે. બુમરાહે રમતના સૌથી નાના ફોર્મેટમાં 72 વિકેટ પોતાના નામે કરી છે. અશ્વિને પણ અત્યાર સુધી બુમરાહે T-20 આંતરરાષ્ટ્રીયમાં 72 વિકેટ લીધી છે.

સૌથી વધુ વિકેટ લેવા મામલે નંબર 1 પર ચહલ

જસપ્રીત બુમરાહ ભારત માટે સૌથી વધુ વિકેટ લેવા મામલે નંબર 4 પર આવ્યો છે, જ્યારે અશ્વિન નંબર 5 પર છે. બુમરાહે 61 મેચમાં 72 વિકેટ લીધી છે, જ્યારે અશ્વિને 65 મેચમાં 72 વિકેટ લીધી છે. ભારત માટે સૌથી વધુ વિકેટ લેવા મામલે યુઝવેન્દ્ર ચહલ પ્રથમ નંબરે છે. તેમણે ભારત માટે 96 વિકેટ લીધી છે.

ભારત માટે T-20માં સૌથી વધુ વિકેટ લેનારા બોલર

બોલરવિકેટમેચ
યુઝવેન્દ્ર ચહલ9680
ભુવનેશ્વર કુમાર9087
હાર્દિક પંડ્યા7392
જસપ્રીત બુમરાહ 7261
આર.અશ્વિન 7265

  • Follow us on: