• જસપ્રીત બુમરાહની મેદાન પર વાપસી
  • BCCIએ બુમરાહનો વીડિયો શેર કર્યો
  • આયરલેન્ડ પ્રવાસમાં બુમરાહ ટીમનો કેપ્ટન

ભારત અને આયરલેન્ડ વચ્ચે 18 ઓગસ્ટથી 3 મેચની T-20 સીરિઝ રમાશે. જસપ્રીત બુમરાહ આ સીરિઝમાં ભારતીય ટીમનું નૈતૃત્વ કરશે. બુમરાહ ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર હતો, પરંતુ હવે તે મેદાન પર પરત આવ્યો છે. બુમરાહ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક દિલચસ્પ વીડિયો શેર કર્યો છે. આ સાથે આયરલેન્ડ પ્રવાસના અમૂક ફોટો શેર કરવામાં આવ્યા છે. બુમરાહ સાથે આ સીરિઝમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.


BCCIએ 2 ટ્વીટ કર્યા

BCCIએ બે ટ્વીટ કર્યા છે. જેમાં એક વીડિયો અને બીજામાં જસપ્રીત બુમરાહના કમબેકને લઈ માહિતી આપવામાં આવી છે. બુમરાહ મેદાન પર વાપસી સાથે મોટી જવાબદારી નિભાવશે. તે આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. બીજા ટ્વીટમાં અમૂક ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં બુમરાહ સાથે અનેક ખેલાડીઓ જોવા મળે છે. બુમરાહના આ ફોટો અને વીડિયો પર ફેન્સ રિએક્શન આપી રહ્યા છે.


બુમરાહ છેલ્લી T-20 ડિસેમ્બર 2022માં રમ્યો હતો

બુમરાહ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી T-20 મેચ ડિસેમ્બર 2022માં રમ્યો હતો. જે બાદ તે મેદાનથી દૂર છે. બુમરાહ છેલ્લી વનડે મેચ જુલાઈ 2022માં રમ્યો હતો. તે ઈજાના કારણે IPL 2023માં પણ રમી શક્યો નહતો. જે બાદ બુમરાહે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ખુબ મહેનત કરી હતી. બુમરાહ વાપસી પહેલાં પ્રેક્ટિસ મેચ પણ રમ્યો હતો. બુમરાહને આયરલેન્ડ પ્રવાસ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જે બાદ બુમરાહ એશિયા કપ 2023નો ભાગ પણ બની શકે છે.


  • Follow us on: