- બુમરાહની ટીમ ઈન્ડિયામાં થશે વાપસી
- આયરલેન્ડ પ્રવાસમાં ટીમમાં આવશે બુમરાહ
- 1 વર્ષથી બુમરાહ મેદાનથી દૂર હતા
ભારતીય ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આયરલેન્ડ વિરુદ્ધ 18 ઓગસ્ટથી શરૂ થનારી 3 મેચની T-20 સીરિઝમાં વાપસી કરશે. અંદાજે ગત 1 વર્ષથી મેદાનથી દૂર રહેનારા બુમરાહની વાપસીની ફેન્સ રાહ જોઈ રહ્યા હતા. વનડે વર્લ્ડકપ પહેલાં બુમરાહની વાપસી ટીમ ઈન્ડિયા માટે ખુશીના સમાચાર છે, ત્યારે હવે બુમરાહને લઈ દિગ્ગજ ઓસ્ટ્રેલિયાઈ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ તેમને સલાહ આપી છે.
બુમરાહે એક ફોર્મેટ છોડવું પડશે
પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ બુમરાહના વારંવાર ઈજાગ્રસ્ત થવાનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, બુમરાહની બોલિંગ કરવાની એક્શન તેને વારંવાર ઈજાગ્રસ્ત કરે છે. આ સાથે જ મેકગ્રાએ સલાહ આપી કે, જો બુમરાહને લાંબા સમય સુધી રમવું છે, તો તેમણે પોતાના શરીરથી કામ કરવું પડશે. સાથે જ બુમરાહે એક ફોર્મેટ છોડવાનો પણ નિર્ણય લેવો પડશે.
બુમરાહની બોલિંગ એક્શન અલગ
ગ્લેન મેકગ્રાએ કહ્યું કે, બુમરાહ એક અલગ પ્રકારનો બોલર છે. જેમાં તેમની બોલિંગ એક્શન બિલ્કુલ અલગ છે. તેમના એક્શનથી શરીર પર વધુ દબાવ પડે છે. જેથી તેમણે મજબૂત થવાની જરૂર છે અને જો તે આવું કરશે, તો તે આવનારા અમુક વર્ષો સુધી રમવામાં સફળ થશે.
ત્રણેય ફોર્મેટમાં રમવું સરળ નથી
પોતાના નિવેદનમાં ગ્લેન મેકગ્રાએ આગળ કહ્યું કે, બુમરાહે જો લાંબા સમય સુધી રમવું છે, તો તેમણે ફિટનેસ પર કામ કરવા સાથે એક ફોર્મેટમાંથી સંન્યાસ લેવો પડશે. બુમરાહ માટે ત્રણેય ફોર્મેટમાં રમવું સરળ રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2022થી બુમરાહ મેદાનથી બહાર છે. જે બાદ તે NCAમાં રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા. હવે આયરલેન્ડ પ્રવાસ દરમિયાન તેમની ફિટનેસ પર તમામની નજર રહેશે.