• જસપ્રીત બુમરાહ મેદાનમાં પરત આવ્યા
  • પ્રથમ ઓવરમાં જ બુમરાહે લીધી 2 ઓવર
  • બુમરાહ બોલિંગની પરીક્ષામાં પાસ

જસપ્રીત બુમરાહે મેદાન પર કમબેક કર્યું છે. આ સાથે જ બુમરાહ ચર્ચામાં આવ્યા છે. તેમણે આયરલેન્ડ વિરુદ્ધ T-20 સીરિઝની પ્રથમ મેચમાં અસરકારક બોલિંગ કરી છે. જેન લઈ પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ બુમરાહના પ્રદર્શનની પ્રશંસા કરી છે. તેમનું કહેવું છે કે, બુમરાહે બોલિંગ સાથે સારી કપ્તાની કરી છે. બુમરાહ ભલે લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહ્યા, પરંતુ તેમની બોલિંગમાં લય જોવા મળી છે. જે ટીમ ઈન્ડિયા માટે ખુબ જરૂરી છે.

બુમરાહે પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ લીધી

આકાશ ચોપડાએ કહ્યું કે, બુમ બુમે પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ લીધી છે. બુમરાહનું આ કમબેક જોઈને ખુશી થઈ રહી છે. તમે જસપ્રીત બુમરાહ પાસે શું ઈચ્છો છો? ગતિ, ઈન્ટેસિટી અને યોગ્ય બોલિંગ બધું બરાબર હતું. તેમની બોલિંગ સારી જોવા મળી છે. બુમરાહ ક્રિકેટથી લાંબા સમયથી દૂર હતા, પરંતુ તે હજુ ઘણા સારા હતા. તેમણે દમદાર બોલિંગ સાથે સારી કપ્તાની છે. તેમણે પોતાના બોલરનો સારો ઉપયોગ કર્યો છે.

બુમરાહ છેલ્લી મેચ 25 સપ્ટેમ્બર 2022એ રમ્યો હતો

બુમરાહે આયરલેન્ડ વિરુદ્ધ T-20 સીરિઝ પહેલાં છેલ્લી મેચ 25 સપ્ટેમ્બર 2022એ રમ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ T-20 મેચમાં તેમણે 50 રન આપ્યા હતા. આ પહેલાં તેમણે સારી બોલિંગ કરી હતી, પરંતુ ઈજાના કારણે તે મેદાનથી બહાર થયા હતા. બુમરાહ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં પણ રમ્યો નહતો. તે ટીમ ઈન્ડિયાના ટોપ બોલર્સની લિસ્ટમાં સામેલ રહ્યા છે. તેમણે હવે વાપસી સાથે જ પોતાની જગ્યા પર કબ્જો કરી લીધો છે.

ભારતે પ્રથમ મેચમાં 2 રને જીત મેળવી

ઉલ્લેખનીય છે કે, ભારત અને આયરલેન્ડ વચ્ચે પ્રથમ T-20 મેચ ડબલિનમાં રમવામાં આવી હતી. ભારતે આ મેચમાં 2 રને જીત મેળવી છે. હવે બીજી મેત આવતીકાલે અને ત્રીજી મેચ 23 ઓગસ્ટે રમવામાં આવશે.

  • Follow us on: