• સંપૂર્ણ ફિટનેસ મેળવ્યા બાદ પ્રેક્ટિસ મેચ પણ રમી
  • બુમરાહે પ્રેક્ટિસ મેચમાં 10 ઓવર ફેંકી
  • બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ, આયર્લેન્ડ પ્રવાસ કરી શકે છેઃ જય શાહ

ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હવે સંપૂર્ણ રીતે ફિટ છે. લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહેલો બુમરાહ હવે વાપસીની ખૂબ નજીક છે. બુમરાહે સંપૂર્ણ ફિટનેસ મેળવ્યા બાદ પ્રેક્ટિસ મેચ પણ રમી હતી. તે છેલ્લા કેટલાક સમયથી નેશનલ ક્રિકેટ એકેડમીમાં નેટ્સમાં બોલિંગ કરી રહ્યો હતો. પરંતુ હવે બુમરાહે પ્રેક્ટિસ મેચમાં 10 ઓવર ફેંકી હતી.

આયર્લેન્ડ પ્રવાસ અંગે સત્તાવાર અપડેટ નથી


બુમરાહ તેની ફિટનેસ દ્વારા સંકેત આપી રહ્યો છે કે તે આયર્લેન્ડ પ્રવાસ માટે તૈયાર છે. જોકે, બુમરાહ આયર્લેન્ડ પ્રવાસ પર જશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર અપડેટ નથી. તે જ સમયે બુમરાહ આયર્લેન્ડના પ્રવાસ પછી રમાનારી એશિયા કપ અને વર્લ્ડ કપના સંદર્ભમાં ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. બીજી તરફ શુક્રવારે બુમરાહે બેંગલુરુની બહાર અલુર ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ટ્રા-સ્કવોડ પ્રેક્ટિસ મેચમાં મુંબઈના કેટલાક બેટ્સમેનોને 10 ઓવર ફેંકી. મળતી માહિતી અનુસાર બુમરાહે પ્રેક્ટિસ મેચની 10 ઓવરમાં માત્ર 1 વિકેટ લીધી હતી અને આ વિકેટ ઓપનર અંગક્રિશ રઘુવંશીની હતી, જે 8 બોલમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો.

BCCI સચિવ જય શાહે પણ બુમરાહની ફિટનેસને લઈને કહ્યું હતું આવું

બુમરાહની ફિટનેસને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે આયર્લેન્ડ સામેની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં વાપસી કરી શકે છે. તે જ સમયે, BCCI સચિવ જય શાહે પણ એક નિવેદનમાં કહ્યું કે બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે અને તે આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ સાથે પ્રવાસ કરી શકે છે.

મહત્વપૂર્ણ છે કે ભારતીય ટીમના અન્ય સ્ટાર ફાસ્ટ બોલર કૃષ્ણાએ શનિવારે રમાયેલી મેચમાં 10 ઓવર ફેંકી હતી. પ્રસિદ્ધ પણ પોતાની પીઠની ઈજાને કારણે સર્જરી બાદ વાપસી કરી રહ્યો છે. તેણે 10 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. BCCI દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા બંને NCA દ્વારા આયોજિત કેટલીક પ્રેક્ટિસ મેચ રમશે.

  • Follow us on: