• ભારતે આયરલેન્ડ વિરુદ્ધ પ્રથમ મેચમાં જીત મેળવી
  • સીરિઝમાં રિંકૂ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ કર્યું ડેબ્યૂ
  • ઈન્ડિયન ટીમમાં સ્થાન મળતા રિંકૂ ભાવૂક થયો

IPL 2023માં અતિંમ 5 બોલ પર 5 સિક્સ લગાવીને કોલકાતા નાઈટ રાઈડર્સને જીત અપાવનારા રિંકૂ સિંહે ગઈકાલે ભારતીય T-20 ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડા મૂળ ઉત્તરપ્રદેશના એક નાના ગામમાંથી આવે છે. આ નાના ગામથી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા સુધીનો તેમને સફર સંઘર્ષથી ભરાયેલો છે.

રિંકૂ સિંહે શું કહ્યું?

ભારતીય ટીમમાં સામેલ થયા બાદ રિંકૂ સિંહે કહ્યું કે, ભારતીય ટીમમાં સામેલ થવા માટે મેં ખુબ પરસેવો પાડ્યો છે. રમત પ્રત્યે મારા ઉત્સાહે મને સમર્થન અને નાણાંકીય પરેશાની સામે લડવામાં મદદ કરી છે. મારા પરિવારે મને સારી જિંદગી આપી છે. જેના કારણે મને આગળ વધવામાં મદદ મળી છે.

વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સીરિઝમાં પસંદગી નહતી થઈ

25 વર્ષીય રિંકૂ સિંહની વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સીરિઝમાં પસંદગી થઈ નહતી, પરંતુ આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝ શરૂ થયા પહેલાં તેમનું સપનું પૂર્ણ થયું છે. જો કે, રિંકૂ સિંહે જે મેચમાં ડેબ્યૂ કર્યું, તેમાં વરસાદ વિઘ્ન બન્યો હતો. જેના કારણે રિંકૂ સિંહને બેટિંગ કરવાની તક મળી નહતી.

પરિવાર અંગે બોલ્યો રિંકૂ સિંહ

રિંકૂને પૂછવામાં આવ્યું હતું કે, ભારતીય ટીમમાં સામેલ થવા પર તેમના પરિવારની શું પ્રતિક્રિયા હતી. જેના પર રિંકૂએ કહ્યું કે, તે ખુબ ખુશ છે. મારી માતા મને હંમેશા કહેતી હતી કે, મારે ભારતીય ટીમમાં જગ્યા બનાવવાની છે. હવે મેં ભારતીય ટીમમાં જગ્યા મેળવીને મારી માતાનું સપનું પૂર્ણ કર્યું છે.

  • Follow us on: