• આજે આયરલેન્ડ વિરુદ્ધ પ્રથમ T-20 મેચ રમાશે
  • બંને દેશ વચ્ચે 3 મેચની સીરિઝ રમાશે
  • BCCIએ રિંકૂ સિંહનો વીડિયો શેર કર્યો

ભારતીય ટીમ આજથી આયરલેન્ડ વિરુદ્ધ 3 T-20 મેચની સીરિઝ રમશે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયામાં અનેક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. જેમાં IPL 2023માં ઘૂમ મચાવનારા વિસ્ફોટક બેટ્સમેન રિંકૂ સિંહને પણ તક આપવામાં આવી છે. આ તમામ વચ્ચે BCCIએ ટીમ ઈન્ડિયાનો એક ખાસ વીડિયો શેર કર્યો છે. જેમાં રિંકૂ સિંહે કહ્યું કે, મને આયરલેન્ડ વિરુદ્ધ રમવામાં કોઈ ભય નહીં લાગે, પરંતુ અંગ્રેજી પરેશાન કરશે.

BCCIએ રિંકૂ અને જિતેશ શર્માની વાતચીત શેર કરી

BCCI તરફથી રિંકૂ સિંહ અને આ T-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનનારા વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્મા વચ્ચે ટીમમાં સામેલ થવાના અનુભવની વાતચીત શેર કરી છે. જેમાં રિંકૂએ આ ક્ષણને પોતાના જીવનની સૌથી ખાસ ક્ષણ બતાવી છે. સાથે જ રિંકૂએ જણાવ્યું કે, તેમણે પ્રથમ વખત બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી છે.


અભ્યાસ સત્રનો અનુભવ શેર કર્યો

રિંકૂએ અભ્યાસ સત્રનો અનુભવ પણ જિતેશ સાથે શેર કર્યો છે. જેમાં રિંકૂએ કહ્યું કે, સેશન ખુબ સારૂં રહ્યું છે. સીનિયર ખેલાડીઓ સાથે પણ વાતચીત થઈ છે. તમામ ખેલાડીઓએ કોઈ ભય ન રાખવા કહ્યું છે. જો કે, મને આયરલેન્ડમાં અંગ્રેજી પરેશાન કરશે. મેચ બાદ અંગ્રેજીમાં ઈન્ટરવ્યૂ આપવાનો મને ભય છે.

જર્સી જોઈને ભાવૂક થયો રિંકૂ

રિંકૂએ પોતાની આ વાતચીતમાં જણાવ્યું કે, તે જર્સી જોઈને ખુબ ભાવૂક થયો હતો. તેમણે કહ્યું કે, મને ખુબ સારૂં લાગી રહ્યું છે. ભારત માટે મેચ રમવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. હું મારા રૂમમાં ગયો અને જર્સી જોઈ તો હું ખુભ ભાવૂક થયો હતો. આ જર્સીનો નંબર 35 હતો. જર્સી જોયા બાદ મેં મારી માતાને ફોન કરીને મારી ભાવના વ્યક્ત કરી હતી.

  • Follow us on: