• ભારત-આયરલેન્ડ વચ્ચે રમાશે T-20 સીરિઝ
  • 3 મેચની T-20 સીરિઝ રમાશે
  • 18 ઓગસ્ટે પ્રથમ સીરિઝ રમાશે

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પૂર્ણ કરીને આયરલેન્ડનો પ્રવાસ કરશે. આ દરમિયાન ભારતીય ટીમ 3 મેચની T-20 સીરિઝ રમશે. આ સીરિઝની પ્રથમ મેચ 18 ઓગસ્ટે રમવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ સીરિઝ માટે અગાઉ ટીમની જાહેરાત કરી હતી, ત્યારે આયરલેન્ડે પણ પોતાની ટીમની જાહેરાત કરી છે. આયરલેન્ડે આ સીરિઝ માટે પોલ સ્ટર્લિંગને કેપ્ટન બનાવ્યો છે.

ભારતીય ટીમમાં અનેક ખેલાડીને અપાયો આરામ

આયરલેન્ડે થોડા સમયે પહેલાં જ આવતા વર્ષે વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની મેજબાનીમાં થનારા T-20 વર્લ્ડકપ માટે ક્વોલીફાઈ કર્યું છે. આ સીરિઝમાં ટીમ વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને રમશે. ભારતીય ટીમમાં પણ અનેક સીનિયર ખેલાડીઓને આરામ અપાયો છે.

જસપ્રીત બુમરાહ ટીમનું નૈતૃત્વ કરશે

3 મેચની આ T-20 સીરિઝ માટે ભારતીય ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહ હશે. જે લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફરશે. આ ઉપરાંત રિંકૂ સિંહ અને જિતેશ શર્માને પણ આ T-20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરાયા છે.

આયરલેન્ડની ટીમ

પોલ સ્ટર્લિંગ(કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, માર્ક એડેર, રોસ એડેર, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, ફિઓન હેન્ડ, જોસુઆ લિટલ, બેરી મેકકાર્થી, હેરી ટેક્ટર, લોર્કન ટકર, થેઓ વન વોઈરકોમ, બેન વ્હાઇટ, ક્રેગ યંગ.

ભારતની ટીમ

જસપ્રીત બુમરાહ(કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ(ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલર વર્મા, રિંકૂ સિંહ, સંજૂ સેમસન, જિતેશ શર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન.

કઈ તારીખે રમાશે T-20 મેચ?

T-20 મેચતારીખસ્થળ
પ્રથમ T-20 18 ઓગસ્ટડબલિન
બીજી T-2020 ઓગસ્ટડબલિન
ત્રીજી T-2023 ઓગસ્ટડબલિન

  • Follow us on: