• આજે ભારત-આયરલેન્ડ વચ્ચે પ્રથમ T-20 મેચ
  • બંને દેશ વચ્ચે 3 મેચની T-20 રમાશે
  • અત્યાર સુધી બંને ટીમ 5 વખત આમને-સામને આવી

ભારત અને આયરલેન્ડ વચ્ચે T-20 સીરિઝની પ્રથમ મેચ આજે રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાનો આયરલેન્ડ વિરુદ્ધ સારો રેકોર્ડ રહ્યો છે. આ બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 5 T-20 મેચ રમવામાં આવી છે. આ તમામ મેચ ભારત જીત્યું છે. આયરલેન્ડ માટે આ વખતે પણ જીતવું સરળ નથી. જો કે, તેના માટે સારી વાત એ છે કે, ભારતીય ટીમમાં મોટાભાગના યુવા ખેલાડી છે. આ મેચ દરમિયાન વરસાદની પણ મહત્વની ભૂમિકા રહેશે. મેચ દરમિયાન વરસાદ થવાની સંભાવના છે.

3 T-20 મેચની સીરિઝ રમવામાં આવશે

ટીમ ઈન્ડિયા ડબલિનમાં આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝની 3 મેચ રમશે. હવામાન વિભાગ અનુસાર, આજે મેચ દરમિયાન 67 ટકા વરસાદ થવાની સંભાવના છે. વરસાદને લઈ ડબલિનમાં યલ્લો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યા શરૂ થશે. જો વરસાદ થશે તો મેચ મોડી શરૂ થશે.

જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાનું નૈતૃત્વ જસપ્રીત બુમરાહ કરશે. ભારતે આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝમાં મોટાભાગના યુવા ખેલાડીઓને તક આપી છે. આયરલેન્ડ માટે આ પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે. આયરલેન્ડ ટીમ ઈન્ડિયાને પડકાર આપી શકે છે. ભારતે રિંકૂ સિંહ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન આપ્યું છે.

પ્રથમ T-20 મેચના સંભવિત ખેલાડી-

ભારત- ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન(વિકેટકીપર), તિલક વર્મા, રિંકૂ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ(કેપ્ટન), રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર

આયરલેન્ડ- એડ્ર્યૂ બાલબર્ની, પોલ સ્ટર્લિંગ(કેપ્ટન), લોર્કન ટકર, હૈરી ટેક્ટર, જોર્જ ડોકરેલ, ગૈરેથ ડેલાની, કર્ટિસ કૈંપર, માર્ક અડાયર, જોશુઆ લિટિલ, બૈરી મૈક્કાર્થી, બેંઝામિન વ્હાઈટ.

  • Follow us on: