- ભારત અને આયરલેન્ડ વચ્ચે T-20 સીરિઝ
- બંને દેશ વચ્ચે 3 મેચની સીરિઝ રમાશે
- પ્રથમ મેચમાં 2 ખેલાડીએ ડેબ્યૂ કર્યું
ભારત અને આયરલેન્ડ વચ્ચે 3 મેચની T-20 સીરિઝની પ્રથમ મેચ આજે ડબલિનમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી મેજબાન આયરલેન્ડ ટીમ પહેલાં બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. ભારત માટે આ મેચમાં રિંકૂ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ડેબ્યૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, IPL 2023 સિઝનમાં રિંકૂ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાથે પ્રસિદ્ધ કૃષ્ણા ભારત માટે વનડે મેચ રમી ચૂક્યો છે. પરંતુ T-20 ફોર્મેટમાં પ્રથમ વખત રમશે.
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન-
ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન(વિકેટકીપર), તિલક વર્મા, રિંકૂ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ(કેપ્ટન), રવિ બિશ્નોઈ
આયરલેન્ડની પ્લેઈંગ ઈલેવન-
પોલ સ્ટર્લિંગ(કેપ્ટન), એડ્ર્યૂ બાલબર્ની, લોર્કન ટકર(વિકેટકીપર), હૈરી ટેક્ટર, કર્ટિસ કૈમ્ફર, જોર્જ ડોકરેલ, માર્ક અડાયર, બૈરી મૈક્કાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટિલ અને બેંઝામિન વ્હાઈટ.
ટોસ બાદ બંને કેપ્ટને શું કહ્યું?
ભારતીય ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહે કહ્યું કે, ફરી મેદાનમાં આવીને સારૂં લાગી રહ્યું છે, જ્યારે આયરલેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગે કહ્યું કે, થોડા દિવસો પહેલાં અમારી ટીમે સ્કોટલેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આજે એ જોવું દિલચસ્પ રહેશે કે, અમે કેવા પ્રકારનું ક્રિકેટ રમશું.