હોકી એશિયા કપ 2025નું આયોજન ભારતમાં થવાનું છે. તેમાં 8 ટીમો ભાગ લેવાની છે. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે તેમાં પાકિસ્તાની હોકી ટીમની ભાગ લેવા અંગે સમસ્યા હતી.
હવે ભારતીય રમતગમત મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાની હોકી ટીમને આવતા મહિને ભારતમાં યોજાનાર એશિયા કપમાં ભાગ લેવાથી રોકવામાં આવશે નહીં. આનાથી પાકિસ્તાની ટીમને હોકી એશિયા કપમાં રમવા અને ભારત આવવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.
રમત મંત્રાલયે સૂત્રને કહ્યું કે ભારત બહુ-રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે રમશે. સૂત્રએ જણાવ્યું હતું કે અમે ભારતમાં બહુ-રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેતી કોઈપણ ટીમની વિરુદ્ધ નથી. પરંતુ દ્વિપક્ષીય ટુર્નામેન્ટ અલગ છે. આંતરરાષ્ટ્રીય રમતો માગ કરે છે કે આપણે સ્પર્ધા કરવાથી પાછળ હટી શકીએ નહીં. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ તેઓ બહુ-રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લે છે.
ભારત આવશે પાકિસ્તાનની ટીમ
પાકિસ્તાન હોકી ટીમને ભારત આવવાની પરમિશન મળી ગઈ છે. પાડોશી દેશની ટીમ એશિયા કપ અને જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત આવશે. આ વાતની જાણકારી રમત મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું છે. સૂત્રએ કહ્યું કે 'અમે કોઈ પણ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભારતની અંદર કોઈ પણ ટીમના રમવાની વિરુદ્ધ નથી. પરંતુ ભારત-પાકિસ્તાનની વચ્ચે બાઈલેટરલ સિરીઝની વાત અલગ છે.' એશિયા કપની શરુઆત 27 ઓગસ્ટથી બિહારના રાજગીરમાં થશે, જેની ટાઈટલ મેચ 7 સપ્ટેમ્બરે રમાશે.
ક્રિકેટમાં પણ થશે ટક્કર?
સૂત્રએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂરને કારણે એશિયા કપમાં પાકિસ્તાનના ભાગ લેવા અંગે શંકા હતી. તેમને કહ્યું કે જુનિયર વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હોકી ટીમને પણ ભાગ લેવાની પરવાનગી આપવામાં આવશે. હોકી ઈન્ડિયાના સચિવે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ફક્ત સરકાર તરફથી મળેલા આદેશોનું પાલન કરશે. તાજેતરમાં તેમને એક નિવેદન આપીને કહ્યું હતું કે સરકાર જે પણ નિર્ણય લેશે તે અમારો નિર્ણય હશે. આ નિર્ણય પછી, એવું માનવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાન પર પણ ટક્કર જોવા મળી શકે છે. આ વર્ષે એશિયા કપનું આયોજન થવાનું છે, જેમાં આ બંને ટીમો એકબીજા સામે રમતી જોઈ શકાય છે.













