ફૂટબોલ ક્લબ લિવરપૂલ તરફથી રમતા 28 વર્ષના ફોરવર્ડ ખેલાડી ડિએગો જોટાનું 3 જુલાઈના રોજ એક દુ:ખદ કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં ડિએગોના ભાઈનું પણ મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે ડિએગો જોટાના લગ્ન 22 જૂને રૂથ કારડોસો સાથે થયા હતા, લગ્નના માત્ર 10 દિવસ થયા હતા.


સ્પેનમાં થઈ કાર દુર્ઘટના, આગ લગાવાથી બે ભાઈઓના મોત

ડિએગો જોટા તેના ભાઈ આન્દ્રે જો એક ફૂટબોલ ખેલાડી છે, જે તેની સાથે સ્પેનિશ શહેર ઝમોરામાં હતો, જ્યારે કાર અકસ્માત થયો. સ્થાનિક સમય મુજબ રાત્રે 12:40 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો જ્યારે કાર અચાનક કાબુ બહાર થઈ ગઈ અને આગ લાગી ગઈ, જેના કારણે ડિએગો અને તેના ભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

ડિએગો જોટાનો નાનો ભાઈ આન્દ્રે પણ એક પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી હતો. તે પોર્ટુગલની બીજી લીગમાં પેનાફિએલનું પ્રતિનિધિત્વ કરતો હતો અને અકસ્માત સમયે કારમાં જ હતો. સ્પેનિશ સિવિલ ગાર્ડના એક નિવેદનમાં જણાવાયું છે કે બંને ભાઈઓ લેમ્બોર્ગિનીની અંદર હતા અને ઓવરટેક કરતી વખતે ટાયર ફાટવાથી કારમાં આગ લાગી ગઈ.

પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને જોટાના મૃત્યુની પુષ્ટિ કરી

ડિએગો જોટાના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ તેમના કાર અકસ્માતને લઈને પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશને તેના નિવેદનમાં પુષ્ટિ કરી. ફેડરેશનના પ્રમુખ પેડ્રો પ્રોએન્કાએ તેમના નિવેદનમાં માહિતી આપી હતી કે પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશન અને સમગ્ર પોર્ટુગીઝ ફૂટબોલ ફેન્સ આજે સવારે સ્પેનમાં ડિઓગો જોટા અને આન્દ્રે સિલ્વાના મૃત્યુથી સંપૂર્ણપણે આઘાતમાં છે.

નેશનલ A ટીમ માટે લગભગ 50 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર એક અદ્ભુત ખેલાડી કરતાં વધુ ડિઓગો જોટા એક અસાધારણ વ્યક્તિ હતા, તેમના બધા સાથી ખેલાડીઓ અને વિરોધીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવતું હતું, એક એવી વ્યક્તિ જે હંમેશા ખુશ રહેતી હતી.

  • Follow us on: