બર્મિંગહામ ટેસ્ટના પહેલા દિવસના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને 310 રન બનાવી લીધા છે. પહેલા દિવસે કેપ્ટન શુભમન ગિલ 114 રન બનાવીને રમી રહ્યો છે અને રવીન્દ્ર જાડેજા 41 રન બનાવીને તેની સાથે રમી રહ્યો છે.


યશસ્વી જયસ્વાલે પણ પહેલા દિવસે ધૂમ મચાવી અને તેની 87 રનની ધમાકેદાર ઈનિંગે ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી. બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા આવી અને યશસ્વી જયસ્વાલ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો હતો.

લીડ્સ ટેસ્ટમાં સદી ફટકારનાર કેએલ રાહુલ ફક્ત 2 રન બનાવીને આઉટ થયો. સાઈ સુદર્શનને બીજી ટેસ્ટમાં સ્થાન ન મળ્યું તેથી કરુણ નાયરને બર્મિંગહામ ટેસ્ટમાં નંબર 3 પર બેટિંગ કરવાની તક મળી. કરુણ નાયરને સારી શરૂઆત મળી, પરંતુ 31 રન બનાવીને આઉટ થયો.


ટીમ ઈન્ડિયાની સારી શરુઆત

યશસ્વી જયસ્વાલે એક છેડો પકડી રાખ્યો, તેને કરુણ નાયર સાથે 80 રનની પાર્ટનરશિપ કરી. તેને શુભમન ગિલ સાથે 66 રનની પાર્ટનરશિપ પણ કરી. રિષભ પંતે દિવસના ત્રીજા સેસનમાં આક્રમક બેટિંગ શરૂ કરી પરંતુ 25 રન બનાવ્યા પછી આઉટ થયો. ટીમ મેનેજમેન્ટે નીતિશ કુમાર રેડ્ડીને બીજી ટેસ્ટ માટે તક આપી હતી, પરંતુ તે ફક્ત 1 રન બનાવીને આઉટ થયો.

ગિલ-જાડેજાએ સંભાળી ટીમ ઈન્ડિયાની ઈનિંગ

ભારતીય ટીમે 211ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી. આ પછી ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસની રમતના અંત સુધી કોઈ વિકેટ ગુમાવી ન હતી. શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 99 રનની પાર્ટનરશિપ કરી છે અને બંને હજુ પણ રમી રહ્યા છે. ક્રિસ વોક્સે ઈંગ્લેન્ડ તરફથી અત્યાર સુધી 2 વિકેટ લીધી છે. તેના સિવાય બ્રાઈડન કાર્સ, બેન સ્ટોક્સ અને શોએબ બશીરે 1-1 વિકેટ લીધી છે.


  • Follow us on: