• સ્કોટલેન્ડના બોલર ચાર્લી કેસેલે ODIમાં રચ્ચો ઈતિહાસ
  • ડેબ્યૂ મેચમાં સાત વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર
  • આંતરરાષ્ટ્રીય ડેબ્યુના પ્રથમ બે બોલ પર બે વિકેટ લીધી

સ્કોટલેન્ડના બોલર ચાર્લી કેસેલ જે કારનામું કર્યું છે તે વન-ડે ઈન્ટરનેશનલમાં પહેલા ક્યારેય થયું નહોતું. ચાર્લી કેસેલ તેની પ્રથમ વન-ડેમાં ઓમાન સામે 7 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી છે. આ પહેલા કોઈપણ બોલરે ડેબ્યૂ વનડેમાં 6 વિકેટ લીધી હતી, પરંતુ સાતના આંકડા સુધી કોઈ પહોંચી શક્યું નથી. એટલે કે 22 જુલાઈ 2024ની તારીખ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં નોંધાઈ ગઈ છે.

ચાર્લી કેસેલના નામે નોંધાયો અનોખો રેકોર્ડ

ચાર્લી કેસેલ જ્યારે ઓમાન સામે સ્કોટલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું ત્યારે તેણે પ્રથમ ઓવરના પ્રથમ બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. અગાઉ ODI ડેબ્યૂમાં પ્રથમ બોલ પર વિકેટ લેનારા બોલરોની સંખ્યા 31 હતી, જે હવે વધીને 32 થઈ ગઈ છે. પરંતુ અત્યાર સુધી કોઈ બોલર તેના ડેબ્યૂના પ્રથમ બે બોલ પર બે વિકેટ લઈ શક્યો નથી. ચાર્લી કેસલ આવું કરનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે.

વાત અહીં પુરી નથી થતી, તેણે પહેલી જ ઓવરમાં કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઓવરમાં તેણે એકપણ રન આપ્યો ન હતો. આ પહેલા ક્યારેય બન્યું ન હતું. આ પોતાનામાં એક આશ્ચર્યજનક રેકોર્ડ છે. જે હવે ચાર્લી કેસેલ નામે ઓળખાશે.

ડેબ્યૂ મેચમાં સાત વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર

ઓમાન સામે રમાઈ રહેલી મેચમાં સ્કોટલેન્ડના ચાર્લી કેસેલે કુલ 5.4 ઓવર નાંખી અને 21 રન આપીને 7 ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા. આમાં એક મેડન ઓવર પણ સામેલ હતી. ODI ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ બોલર પોતાની ડેબ્યુ ODIમાં સાત વિકેટ લેવામાં સફળ રહ્યો નથી.


  • Follow us on: