ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને 280 રને હરાવી દીધુ છે. આ મેચમાં ભારતના બોલરો અને બેટ્સમેનોએ દમદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં આર અશ્વિન હીરો બન્યો છે. તેણે આ મેચમાં એક સદી અને 6 વિકેટ ઝડપી છે. આ મેચ જીત્યા બાદ બાંગ્લાદેશને ચોથી ઈનિંગમાં 515 રન બનાવવાના હતા, પરંતુ ટીમ 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તો આ સાથે જ રોહિત શર્મા એક ખાસ ક્લબનો ભાગ બની ગયો છે.
રોહિત શર્મા આ ખાસ ક્લબનો ભાગ બન્યો
રોહિત શર્માને ટેસ્ટ ટીમની કેપ્ટન્સી 2022માં મળી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી તેણે 17 ટેસ્ટ મેચમાં ટીમની કેપ્ટનશિપની ભૂમિકા નિભાવી છે. જેમાં તેણે 11 મેચ જીતી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો . આ સિવાય બે મેચ ડ્રો રહી છે. તેણે બાંગ્લાદેશ સામે કેપ્ટન તરીકે પોતાની 11મી મેચ જીતી છે. આ સાથે રોહિત શર્મા 10 થી વધુ ટેસ્ટ મેચ જીતનાર ભારતનો પાંચમો કેપ્ટન બની ગયો છે. આ સાથે તે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, સૌરવ ગાંગુલી અને મોહમ્મદ અઝહરુદ્દીનની ક્લબમાં સામેલ થઈ ગયો છે. આ તમામે કેપ્ટન તરીકે ભારત માટે 10 થી વધુ ટેસ્ટ મેચ જીતી છે.
ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર કેપ્ટન
| વિરાટ કોહલી | 40 મેચ |
| મહેન્દ્ર સિંહ ધોની | 27 મેચ |
| સૌરવ ગાંગુલી | 21 મેચ |
| મોહમ્મદ અઝહરુદ્દીન | 14 મેચ |
| રોહિત શર્મા | 11 મેચ
|
આ યાદીમાં કોહલી ટોપ પર
વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ભારત માટે સૌથી વધુ મેચ જીતી છે. તેણે 40 ટેસ્ટ મેચ જીતી છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની બીજા સ્થાને છે. તેણે કુલ 27 ટેસ્ટ મેચ જીતી છે. જ્યારે સૌરવ ગાંગુલીએ કુલ 21 ટેસ્ટ મેચ જીતી છે. આ યાદીમાં તે ત્રીજા સ્થાને છે.