ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે શાનદાર જીત નોંધાવી હતી. આ મેચ દરમિયાન વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત બાંગ્લાદેશની ફિલ્ડિંગ સેટ કરતો જોવા મળ્યો હતો. તે બાંગ્લાદેશને ફિલ્ડિંગને લઈને સૂચનો આપી રહ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે ટીમ ઈન્ડિયાની જીત બાદ પંતે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે જ્યાં પણ ક્રિકેટ રમાય છે ત્યાં સારી રીતે રમવું જોઈએ.


રિષભ પંતે કર્યો ખુલાસો

ભારત માટે બીજી ઇનિંગમાં રિષભ પંત અને શુભમન ગિલે શાનદાર પાર્ટનરશિપ કરી હતી. આ દરમિયાન પંતે જોરદાર સદી ફટકારી હતી. તેણે 128 બોલનો સામનો કરીને 109 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન પંત બાંગ્લાદેશી કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોને ફિલ્ડિંગ અંગે સૂચનો આપતા જોવા મળ્યા હતા. તેના વીડિયોની ખૂબ ચર્ચા થઈ હતી. મેચ બાદ અજય જાડેજાનો ઉલ્લેખ કરતા પંતે કહ્યું, 'જ્યારે પણ હું મેદાનની બહાર અજય ભાઈ સાથે વાત કરું છું, ત્યારે હું માત્ર એટલું જ કહીએ છીએ કે જ્યાં પણ ક્રિકેટ હોય, તે સારી હોવી જોઈએ. તેથી જ ત્યાં કોઈ ફિલ્ડર નહોતું, તેથી મેં કહ્યું કે એક અહીં મૂકો.

બાંગ્લાદેશની પંતે ફિલ્ડિંગ સેટ કરી

ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ દરમિયાન તસ્કીન અહેમદ બાંગ્લાદેશ તરફથી બોલિંગ કરવા આવી રહ્યો હતો. આ દરમિયાન બાંગ્લાદેશના બે ફિલ્ડર એક જગ્યાએ ઉભા હતા. આ સમયે પંતે તેને બીજી જગ્યાએ ફિલ્ડર રાખવાનું કહ્યું હતું.

ભારત માટે રિષભ પંતની શાનદાર સદી

રિષભ પંતે બીજી ઇનિંગમાં જોરદાર બેટિંગ કરી હતી. તેણે ગિલ સાથે સદીની ભાગીદારી કરી હતી. આ સાથે તેણે સદી પણ ફટકારી હતી. પંતે 128 બોલનો સામનો કર્યો અને 109 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 13 ફોર અને 4 સિક્સનો સમાવેશ થાય છે. શુભમને 119 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારત માટે પ્રથમ દાવમાં રવિચંદ્રન અશ્વિને સદી ફટકારી હતી.

  • Follow us on: