• IPL 2024 આગામી 2 દિવસમાં શરૂ થવા જઈ રહી છે
  • પ્રથમ મેચમાં CSK અને RCB આમને સામને હશે
  • બંને ટીમો અત્યાર સુધીમાં 31 વખત સામસામે આવી ચુકી છે

IPL 2024 આગામી 2 દિવસમાં શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં આ ટુર્નામેન્ટની બે સૌથી લોકપ્રિય ટીમો ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને સામને થશે. આ બંને ટીમો વચ્ચે IPLના ઈતિહાસમાં આ 32મી ટક્કર હશે. આ મેચ ચેપોક, ચેન્નાઈમાં યોજાશે અને આ મેદાન પર ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે તેના ઘરના પ્રેક્ષકોની સામે રમશે. આ ટીમની પ્રથમ મેચમાં બે ખેલાડીઓ સામેલ થશે નહીં જેઓ ગત સિઝનમાં ટીમ માટે ટ્રોફી ઉપાડતા જોવા મળ્યા હતા.

કોણ છે તે 2 ખેલાડી?

જો તે બે ખેલાડીઓની વાત કરીએ તો તે વિદેશી ખેલાડી છે. એક ઉત્તમ બેટ્સમેન અને બીજો ઉત્તમ બોલર. આ બંનેએ ગયા વર્ષે ચેન્નાઈનું પાંચમું ટાઈટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અમે વાત કરી રહ્યા છીએ ન્યુઝીલેન્ડના સ્ટાર ઓપનર ડેવોન કોનવે અને શ્રીલંકાની ઉભરતી સ્ટાર મથિસા પાથિરાનાની. આ બંનેએ છેલ્લી સિઝનમાં તેમની પ્રતિભા દર્શાવી હતી, પરંતુ આગામી સિઝનની કેટલીક પ્રારંભિક મેચોમાંથી તેઓ બહાર છે. તેમજ તેના પરત ફરવા અંગે હજુ પણ સસ્પેન્સ છે.

ગઈ સિઝનમાં પ્રદર્શન કેવું રહ્યું?

કોન્વે અને પથિરાના વિશે વાત કરીએ, જેઓ હાલમાં ઈજાઓથી પીડાઈ રહ્યા છે, આ બંનેએ ગત સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોનવેએ 16 મેચમાં 672 રન બનાવ્યા હતા. પથિરાનાએ 12 મેચમાં 19 વિકેટ લઈને શાનદાર બોલિંગ કરી હતી. આગામી સિઝનમાં ટીમ ચોક્કસપણે આ બંનેની ખોટ કરશે. હાલમાં ડેવોન કોનવેના સ્થાને રચિન રવિન્દ્ર ઇનિંગની શરૂઆત કરી શકે છે. પથિરાનાની જગ્યાએ બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં જગ્યા મળી શકે છે.

ચેન્નાઈનું પલડું ભારે

જો આપણે CSK અને RCB વચ્ચેના આંકડાઓ પર નજર કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સનુ પલડું ભારે છે. બંને ટીમો અત્યાર સુધીમાં 31 વખત સામસામે આવી ચુકી છે. જેમાંથી ચેન્નાઈએ 20 મેચ જીતી છે અને આરસીબીએ 10 મેચ જીતી છે. આ સિવાય 1 મેચ પણ અનિર્ણિત રહી છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમોના આંકડા પર નજર કરીએ તો ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ પર બંને ટીમો 8 વખત ટકરાઇ છે. જેમાંથી મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ટીમે 7 મેચ જીતી છે. આ સિવાય ખિતાબથી અત્યાર સુધી દૂર રહેલી RCBએ એક મેચ જીતી છે.

ચેન્નાઈએ પ્રથમ મેચ 4 વખત જીતી

ચેન્નાઈ સુપર કિંગ્સ 9મી વખત IPLની પ્રથમ મેચ રમવા જઈ રહી છે. આ પહેલા સીએસકે 8 વખત પ્રથમ મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. IPL 2009 અને IPL 2012 માં, મુંબઈએ પ્રથમ મેચમાં CSK ને હરાવ્યું, IPL 2022 અને IPL 2023 માં, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત જાયન્ટ્સે CSK ને હરાવ્યા. આ સિવાય ચેન્નાઈએ IPL 2011, IPL 2018, IPL 2019 અને IPL 2020માં પ્રથમ મેચ જીતી હતી.

CSKએ ગત સિઝનમાં જીત મેળવી હતી

IPL 2023માં એકવાર CSK અને RCB વચ્ચે ટક્કર થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચ 8 રને જીતી લીધી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 226 રન બનાવ્યા હતા. ડેવોન કોનવે (83) અને શિવમ દુબે (52)એ અડધી સદી ફટકારી હતી. જવાબમાં RCBની ટીમે 8 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુપ્લેસીસ (62) અને ગ્લેન મેક્સવેલ (76)એ રન બનાવ્યા હતા.

  • Follow us on: