• સૌરાષ્ટ્ર અને ઝારખંડ વચ્ચે રણજી ટ્રોફીની મેચ
  • રણજી ટ્રોફીમાં ચેતેશ્વર પૂજારાનું શાનદાર પ્રદર્શન
  • પૂજારા 125 બોલમાં 85 રન બનાવીને અણનમ

ચેતેશ્વર પૂજારાને તેના પ્રદર્શનને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ભારતીય ટેસ્ટ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ પૂજારાએ પોતાની મહેનતમાં સહેજ પણ ઘટાડો કર્યો નથી. હવે તેણે પોતાના બેટથી ટીકાકારોને જવાબ આપ્યો છે. પુજારાએ સૌરાષ્ટ્ર માટે રમતી વખતે 2023-24 રણજી ટ્રોફીમાં જોરદાર ફિફ્ટી ફટકારી છે. તેણે અર્પિત વસાવડા સાથે પણ મજબૂત પાર્ટનરશિપ કરી છે.

રણજી ટ્રોફીની મેચ

વાસ્તવમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર અને ઝારખંડ વચ્ચે રણજી ટ્રોફીની મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઝારખંડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 142 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ હવે બેટિંગ કરી રહી છે. પુજારા સૌરાષ્ટ્ર માટે ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે શાનદાર પ્રદર્શન કરતા 125 બોલનો સામનો કરીને અણનમ 85 રન બનાવ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી તેણે 8 ફોર ફટકારી હતી. પૂજારાના કારણે સૌરાષ્ટ્ર મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે.

ચેતેશ્વર પૂજારાનું શાનદાર પ્રદર્શન

આ મેચમાં ઓપનર હાર્વિક દેસાઈએ સૌરાષ્ટ્રને શાનદાર શરૂઆત અપાવી હતી. હાર્વિકે 119 બોલનો સામનો કર્યો અને 85 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 14 ફોર સામેલ હતી. સ્નેલ પટેલે 15 રનની ઇનિંગ રમી હતી. શેલ્ડન જેક્સને પણ અડધી સદી ફટકારી હતી. જેક્સને 74 બોલનો સામનો કર્યો અને 54 રન બનાવ્યા. તેણે 8 ફોર અને એક સિકસર ફટકારી હતી. પૂજારાએ જેક્સન સાથે પણ સારી પાર્ટનરશિપ કરી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી સૌરાષ્ટ્રે 3 વિકેટ ગુમાવીને 244 રન બનાવ્યા હતા.


  • Follow us on: