• સિડનીમાં ઓસ્ટ્રેલિયાની સામે બનાવ્યા હતા 100 રન
  • 130 બોલમાં નાબાદ 102 રન બનાવ્યા
  • ભારતે બીજી ઈનિંગમાં 2 વિકેટના નુકસાને બનાવ્યા 258 રન

ચેતેશ્વર પૂજારાએ પોતાની છેલ્લી ટેસ્ટ સદી 2019માં સિડનીમાં ઓસ્ટ્રેલિયાની સામે રમી હતી. હવે આ પછી તેમના બેટથી ફરી એકવાર શતક રચાયું છે. ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં શતક બનાવ્યું છે. પૂજારાએ બાંગ્લાદેશની સામે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં શતક રચ્યું છે. તેનું શતક પૂરું થતાં જ ઈનિંગ જાહેર કરી દેવાઈ હતી.

આ પૂજારાની 2019 બાદની પહેલી સદી હતી. તે પહેલી ઈનિંગમાં શતક ચૂકી ગયો હતો. પૂજારાએ 130 બોલમાં નાબાદ 102 રન બનાવ્યા હતા અને પછી ભારતે ઈનિંગ સમાપ્તિની જાહરાત કરી દીધી. પૂજારાનો ટેસ્ટમાં સૌથી ઝડપી શતક છે. ભારતે 2 વિકેટના નુકસાને 258 રન બનાવ્યા હતા.

 

52 ઈનિંગ બાદ બનાવી સદી

પૂજારાએ 52 ઈનિંગ બાદ શતક રચ્યું હતું. આ તેમની ટેસ્ટ કરિયરનું 19મું શતક છે. પૂજારાએ 2019માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાની સામે સદી બનાવી હતી. ત્યારથી તેઓ ફરીથી શતક માટે રાહ જોઈ રહ્યા હતા.

  • Follow us on: