• 49મી ઓવરમાં આઉટ થયો ગિલ
  • 700 દિવસ બાદ શુભમનને મળ્યો ચાન્સ
  • ચટોગ્રામમાં સદી બનાવીને જ જપ્યો ખેલાડી

આખરે શુભમન ગિલની આતુરતાનો અંત આવ્યો છે. ચટોગ્રામ ટેસ્ટની બીજી ઈનિંગમાં ભારતના આ ઓપનરે શાનદાર સેન્ચ્યુરી બનાવી છે. ગિલે પોતાના કરિયરની પ્રથમ ટેસ્ટ સદી રમી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બ્રિસબેન ટેસ્ટમાં શતક લગાવવાથી તે ચૂકી ગયો હતો. ઓસ્ટ્રેલિયાની સામે બીજી ઈનિંગમાં તે 91 રને આઉટ થયો હતો પણ ચટોગ્રામમાં તે નર્વસ 99નો શિકાર બન્યો નહીં. તેણે સદી બનાવીને જ રાહતનો શ્વાસ લીધો. શુભમન ગિલે 700 દિવસ બાદ આ કમાલ રચ્યો છે.

બાંગ્લાદેશ સામે 147 બોલમાં બનાવી સદી

બાંગ્લાદેશની સામે શુભમન ગિલે 147 બોલમાં શતક પૂરું કર્યું છે. ગિલે શતક લગાવવા માટે 10 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 95ના સ્કોર પર તેઓએ રિવર્સ સ્વીપ રમી. ગિલ જ્યારે 99 રને પહોંચ્યા તો આ બેટ્સમેને આગળ વધીને લોન્ગ ઓનની ઉપરથી ચોગ્ગો લગાવ્યો.

ગિલ 110 રન બનાવીને આઉટ થયા

શુભમન ગિલે 151 બોલમાં 110 રન બનાવ્યા. આ ખેલાડીએ શતક બાદ ઝડપથી રન લેવાની કોશિશ કરી અને મેહદી હસનના બોલ પર છગ્ગો લગાવ્યો. આ પછી તે એક મોટા શોટ લેવાની તૈયારીમાં હતા અને આઉટ થયા.

 

ગિલને મળ્યો નસીબનો સાથ

શુભમન ગિલને નસીબનો સાથ પણ મળ્યો છે. બીજી ઈનિંગમાં 32મા ઓવરમાં ગિલની સામે LBWની અપીલ કરાઈ. અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો અને પછી બાંગ્લાદેશે ડીઆરએસ માંગ્યું પણ ગિલનું નસીબ સાથ આપી ગયું. ટેકનિકલ ખામીના કારણે ડીઆરએસ તે સમયે મળી શક્યું નહીં. 

  • Follow us on: