• વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કરવા બદલ મોટી ભેટ આપી

  • વહીવટીતંત્રની આ જાહેરાત બાદ ગામના લોકોમાં ખુશીનો માહોલ
  • અધિકારીઓએ આ પ્રોજેક્ટ પર કામ પણ ચાલું કરી દીધુ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ક્રિકેટર મોહમ્મદ શમીને વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કરવા બદલ મોટી ભેટ આપી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ફાઈનલ પહેલા જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે મોહમ્મદ શમીને એક એવી ભેટ આપી છે જે તે ક્યારેય ભૂલી શકશે નહીં. યોગી સરકારે મોહમ્મદ શમીના મૂળ ગામ અમરોહાના સહસપુર અલીનગરમાં મિની સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે. વહીવટીતંત્રની આ જાહેરાત બાદ ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અધિકારીઓ શમીના ગામ પહોંચ્યા

CDO અશ્વની કુમાર મિશ્રા અને અન્ય અધિકારીઓએ જોયા ડેવલપમેન્ટ બ્લોક સ્થિત શમીના ગામની મુલાકાત લીધી હતી. સ્ટેડિયમ માટે જમીનની શોધ કરી અને અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા. શમીનો પરિવાર આ ગામમાં જ રહે છે. શમી પણ અહીં આવતો રહે છે. આ સમાચાર બાદ શમીના ગામમાં ખુશીનો માહોલ છે. મોહમ્મદ શમીએ અત્યાર સુધી વર્લ્ડકપ 2023ની 6 મેચમાં 9.13ની એવરેજથી 23 વિકેટ લીધી છે. જેમાં તેણે ત્રણ વખત પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે અને આમાં તેનો સ્ટ્રાઈક રેટ 10.9 છે જે આશ્ચર્યજનક છે. ટૂર્નામેન્ટમાં આ બે બાબતોમાં તે સર્વશ્રેષ્ઠ રહ્યો છે. મોહમ્મદ શમીએ કહ્યું કે તેની બોલિંગમાં અસાધારણ કંઈ નથી અને તે માત્ર બોલિંગ 'સ્ટમ્પ ટુ સ્ટમ્પ' લંબાઈ પર ફોકસ કરે છે. જેથી તે વિકેટ મેળવી શકે.

શમીએ દિલ ખોલીને વાત કરી

મોહમ્મદ શમી આ વર્લ્ડ કપમાં ભારતનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો છે. તેણે બુધવારે મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં સાત વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીએ 'સ્ટાર સ્પોર્ટ્સ'ને કહ્યું, 'હું હંમેશા પરિસ્થિતિને જોઉં છું, પિચ અને બોલ કેવી રીતે વર્તે છે, બોલ સ્વિંગ લઈ રહ્યો છે કે નહીં. જો બોલ સ્વિંગ ન થતો હોય, તો હું 'સ્ટમ્પ ટુ સ્ટમ્પ' બોલ કરવાનો પ્રયાસ કરું છું અને બોલને એવી જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરું છું કે જ્યારે બેટ્સમેન ડ્રાઇવિંગ કરી રહ્યો હોય ત્યારે તે બેટની ધારને સ્પર્શે.

  • Follow us on: