• કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને 20મો ગોલ્ડ
  • બેડમિન્ટનમાં ભારતને સતત બીજો ગોલ્ડ મેડલ
  • લક્ષ્ય સેને મલેશિયન ખેલાડીને હરાવી જીત્યો ગોલ્ડ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને 20મો ગોલ્ડ મળ્યો છે. પીવી સિંધુ બાદ હવે લક્ષ્ય સેને ભારતને બેડમિન્ટનમાં બીજો ગોલ્ડ અપાવ્યો છે. લક્ષ્ય સેને ફાઈનલમાં મલેશિયાના ખેલાડીને 19-21 21-9 21-16થી હરાવી ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. 

લક્ષ્ય સેને જીત્યો ગોલ્ડ મેડલ

ભારતના બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેને કોમનવેલ્થ ગેમ્સ 2022ની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પ્રથમ ગેમ હાર્યા બાદ જોરદાર બદલો લીધો અને મલેશિયાના ઝે યોંગને 19-21, 21-9, 21-16થી હરાવ્યો. મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 20 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ આવ્યા છે.

લક્ષ્ય vs યંગ

પ્રથમ ગેમ: યંગ 21-19થી જીત્યો

ગેમ 2: લક્ષ્ય 21-9થી જીત્યો

ગેમ 3: લક્ષ્ય 21-16થી જીત્યો


કોમનવેલ્થ ગેમ્સમાં લક્ષ્યનો બીજો મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ્સમાં લક્ષ્ય સેનનો આ પહેલો મેડલ છે. વિશ્વના 10 નંબરના શટલર લક્ષ્ય સેને કોમનવેલ્થમાં આ બીજો મેડલ જીત્યો છે. તેણે આ વખતે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે આ સિઝનમાં તેણે ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.

પીવી સિંધુએ આજે ગોલ્ડ સાથે ​​ખાતું ખોલ્યું

કોમનવેલ્થ ગેમ્સ 2022ના છેલ્લા દિવસે પ્રથમ મેડલ બેડમિન્ટનમાંથી જ આવ્યો હતો. વિશ્વની નંબર-7 શટલર પીવી સિંધુએ સિંગલ્સ મેચમાં ગોલ્ડ જીત્યો હતો. સિંધુએ ફાઇનલમાં સતત બે ગેમમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લીને 21-15 અને 21-13થી પરાજય આપ્યો હતો.

મેડલ ટેલીમાં ભારતની આ સ્થિતિ

ભારતે 10મા દિવસે એટલે કે રવિવારે કુલ 15 મેડલ જીત્યા હતા. 11માં દિવસે લક્ષ્ય સેને સિંધુ પછી ભારતને બીજો ગોલ્ડ મળ્યો. આ સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને યથાવત છે. ભારત પાસે 20 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ છે.

  • Follow us on: